< પ્રકટીકરણ 13 >

1 અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. પછી મેં એક હિંસક પશુને સમુદ્રમાંથી નીકળતું જોયું, તેને દસ શિંગડાં તથા સાત માથાં હતાં, તેનાં શિંગડાં પર દસ મુગટ તથા તેનાં માથાં પર ઈશ્વરનું અપમાન કરનારાં નામો હતાં.
And I saw a beast of prey come up from the sea, having ten horns, and seven heads; and upon his horns ten diadems, and upon his heads names of blasphemy.
2 જે હિંસક પશુને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવા હતા, તેનું મોં સિંહના મોં જેવું હતું; તેને અજગરે પોતાનું પરાક્રમ, રાજ્યાસન તથા મોટો અધિકાર આપ્યાં.
And the beast of prey which I saw, was like a leopard; and his feet like those of a wolf, and his mouth like the mouth of lions: and the dragon gave to him his own power and his throne, and great authority.
3 મેં તેનાં માથાંમાંના એકને મરણતોલ ઘાયલ થયેલું જોયું; પણ તેનો પ્રાણઘાતક ઘા રુઝાયો, અને આખી દુનિયા તે હિંસક પશુને જોઈને આશ્ચર્ય પામી;
And one of his heads was wounded as it were to death; and his deadly wound was healed. And all the earth wondered after the beast of prey.
4 તેણે હિંસક પશુને અધિકાર આપ્યો હતો, તેથી તેઓએ તેની ઉપાસના કરી; તેઓએ હિંસક પશુની પણ ઉપાસના કરી, અને કહ્યું કે, ‘હિંસક પશુના જેવું બીજું કોણ છે? એની સામે લડી શકે એવું કોણ છે?’”
And they worshipped the dragon, because he had given authority to this beast of prey, and they said, who can make war upon him?
5 બડાઈ કરનારું તથા ઈશ્વર વિરુદ્ધ દુર્ભાષણ કરનારું મોં તેને આપવામાં આવ્યું; બેતાળીસ મહિના સુધી તે એમ કર્યા કરે એવો અધિકાર તેને આપવામાં આવ્યો.
And there was given to him a mouth speaking great things, and blasphemies: and authority was given him to operate forty and two months.
6 તેણે ઈશ્વરનું અપમાન કરવા સારુ પોતાનું મોં ખોલ્યું કે, તે ઈશ્વરના નામનું, તેમના પવિત્રસ્થાનનું તથા સ્વર્ગમાં રહેનારાઓનું અપમાન કરે.
And he opened his mouth in blasphemy towards God, to blaspheme his name and his tabernacle, and them who dwell in heaven.
7 તેને એવું સામર્થ્ય પણ આપવામાં આવ્યું કે, તે સંતોની સામે લડે, અને તેઓને જીતે; વળી સર્વ કુળ, પ્રજા, ભાષા તથા દેશ પર તેને અધિકાર આપવામાં આવ્યો.
And authority was given him over every tribe and people and tongue and nation: and it was given him to wage war with the saints, and to overcome them.
8 જેઓનાં નામ સૃષ્ટિના સર્જનથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી, એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની ઉપાસના કરશે.
And all that dwell on the earth, whose names are not written in the book of life of the Lamb slain from the foundation of the world, will worship him.
9 જો કોઈને કાન હોય તો તે સાંભળે.
If any one hath ears, let him hear.
10 ૧૦ જો કોઈને ગુલામ તરીકે લઈ જવામાં આવે તો તે પોતે ગુલામીમાં જશે; જો કોઈને તલવારથી મારી નાંખવામાં આવે, તો તેને પોતાને તલવારથી માર્યા જવું પડશે. આમાં સંતોની પાસે ધીરજ તથા વિશ્વાસ હોવો જોઈએ.
If any one carrieth into captivity, he shall himself go into captivity; and if any one slayeth with the sword, he must be slain with the sword: here is the patience and the faith of the saints.
11 ૧૧ પછી મેં પૃથ્વીમાંથી બીજા એક હિંસક પશુને બહાર આવતું જોયું; તેને ઘેટાંના શિંગડાં જેવા બે શિંગડાં હતાં, તે અજગરની માફક બોલતું હતું.
And I saw another beast of prey, which came out of the earth; and he had two horns like those of a lamb, and he spoke like the dragon.
12 ૧૨ પહેલા હિંસક પશુનો સર્વ અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે, જે પહેલા હિંસક પશુનો પ્રાણઘાતક ઘા રુઝાયો હતો, તેની ઉપાસના પૃથ્વી પાસે તથા તે પરના રહેનારાંઓની પાસે તે કરાવે છે.
And before him he exercised all the authority of the first beast of prey, whose deadly wound was healed.
13 ૧૩ તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે.
And he wrought great signs, even so as to make fire come down from heaven upon the earth, before men.
14 ૧૪ હિંસક પશુની સમક્ષ જે ચમત્કારિક ચિહ્નો કરવાનો અધિકાર તેને આપવામાં આવ્યો, તેઓ વડે પૃથ્વી પર રહેનારાંઓને તે ભમાવે છે; અને પૃથ્વી પર રહેનારાંઓને તે કહે છે કે, ‘જે હિંસક પશુ તલવારથી ઘાયલ થયું હતું, છતાં તે જીવતું રહ્યું, તેની મૂર્તિ બનાવો.’”
And he seduced them that dwell on the earth, to erect an image to the beast of prey who had the wound from a sword and recovered.
15 ૧૫ તેને, એવું સામર્થ્ય આપવામાં આવ્યું કે તે હિંસક પશુની મૂર્તિમાં પ્રાણ મૂકે, જેથી તે હિંસક પશુની મૂર્તિ બોલે, અને જેટલાં માણસો હિંસક પશુની મૂર્તિની ઉપાસના ન કરે તેટલાંને તે મારી નંખાવે.
And it was given him to put life into the image of the beast of prey; and to cause that all they who would not worship the image of the beast of prey, should be slain:
16 ૧૬ વળી નાના તથા મોટા, શ્રીમંત તથા દરિદ્રી, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણાં હાથ પર અથવા તેઓનાં કપાળ પર તે છાપ મરાવે છે;
and to cause that all, great and small, rich and poor, bond and free, should receive a mark on their right hands, or upon their foreheads;
17 ૧૭ વળી જેને તે છાપ, એટલે હિંસક પશુનું નામ, અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાય-લેવાય નહિ, એવી પણ તે ફરજ પાડે છે.
so that no one might be able to buy or to sell, except those who had the mark of the name of the beast of prey, or the number of his name.
18 ૧૮ આમાં ચાતુર્ય રહેલું છે. જે જ્ઞાની છે, તે હિંસક પશુની સંખ્યા ગણે; કેમ કે તે એક માણસની સંખ્યા છે અને તેની સંખ્યા છસો છાસઠ છે.
Here is wisdom: let him that hath intelligence, compute the number of the beast of prey; for it is the number of a man: and its number is six hundred and sixty and six.

< પ્રકટીકરણ 13 >