< પ્રકટીકરણ 12 >
1 ૧ પછી આકાશમાં મોટું ચિહ્ન દેખાયું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્ત્રી જોવામાં આવી. તેના પગ નીચે ચંદ્ર અને માથા પર બાર તારાનો મુગટ હતો.
Hathnukkhu kalvan vah kalenpounge mitnout teh ka hmu. Napui buet touh ni kanî a kho teh, thapa hah a coungroe teh, Âsi hlaikahni touh kaawm e bawilukhung a kâmuk e hah ka hmu.
2 ૨ તે ગર્ભવતી હતી. તેણે પ્રસવપીડા સાથે બૂમ પાડી હતી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.
Hote napui ni camo a vawn teh capa khe hanelah a von a pataw toung dawkvah a hram ki.
3 ૩ આકાશમાં બીજું ચિહ્ન પણ દેખાયું; જુઓ, મોટો લાલ અજગર હતો, જેને સાત માથાં ને દસ શિંગડાં હતાં; અને તેના દરેક માથા પર સાત મુગટ હતા;
Hahoi kalvan vah alouke mitnout hah bout ka hmu. Lû sari touh hoi ki hra touh kaawm niteh a lû dawk bawilukhung sari touh kâmuk e ka palingpak e khorui buet touh ka hmu.
4 ૪ તેના પૂછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર ફેંકી દીધા. જે સ્ત્રીને પ્રસવ થવાનો હતો, તેની આગળ તે અજગર ઊભો રહ્યો હતો, એ માટે કે જયારે તે જન્મ આપે ત્યારે તેના બાળકને તે ખાઈ જાય.
A mai ni kalvan Âsi pung thum pung touh a sawn teh talai lah a tâkhawng. Hote khorui ni capa ka khe han coungkacoe kaawm e napui hmalah a kangdue teh, capa a khe torei payawp hanelah a ring.
5 ૫ ‘તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો’ જે નરબાળક હતો, તે સઘળા દેશના લોકો પર લોખંડના દંડથી રાજ કરશે. એ બાળકને ઈશ્વર પાસે તથા તેના રાજ્યાસન પાસે લઈ જવામાં આવ્યો.
Hote napui ni miphun pueng sum sonron hoi ka uk hane ca tongpa hah a khe. Hote capa teh Cathut koehoi amae bawitungkhung koevah tawm lah ao.
6 ૬ સ્ત્રી અરણ્યમાં નાસી ગઈ. ત્યાં ઈશ્વરે તેને માટે બારસો સાંઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું સ્થળ તૈયાર કરી રાખ્યું હતું.
Hote napui teh thingyei kahrawngum vah a yawng. Hote hmuen koe hnin 1260 touh khetyawt hanelah Cathut ni a rakueng pouh e hmuen ao.
7 ૭ પછી આકાશમાં યુદ્ધ મચ્યું. મીખાયેલ તથા તેના સ્વર્ગદૂતો અજગરની સાથે લડ્યા; અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા;
Hathnukkhu kalvan vah tarankâtuknae ao. Maikel hoi ama e kalvantami ni khorui hah a tuk awh. Khorui ni amae hnukkâbangnaw hoi bout a tuk awh ei, tâ awh hoeh.
8 ૮ તોપણ તે અજગર તેટલો બળવાન ન હતો. તે જીતી શક્યો નહિ અને તેને ફરી સ્વર્ગમાં સ્થાન મળ્યું નહિ.
Kalvan haiyah ahnimouh o nahane hmuen awm hoeh toe. Het talai van pueng ka dum ni teh, kahraimathout tie Setan,
9 ૯ તે મોટો અજગર બહાર ફેંકી દેવાયો. એટલે તે જૂનો સાપ જે દુશ્મન તથા શેતાન કહેવાય છે, જે આખા માનવજગતને ભમાવે છે, તેને પૃથ્વી પર ફેંકી દેવાયો. અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવાયા.
ayan e tahrun karuem tie khorui teh talai vah tâkhawng lah ao toe. Ahni hoi ahnie a hnukkâbangnaw pueng hai tâkhawng lah ao.
10 ૧૦ ત્યારે સ્વર્ગમાંથી મોટી વાણી મેં એમ કહેતી સાંભળી કે, ‘હમણાં ઉદ્ધાર, પરાક્રમ તથા અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે; કેમ કે અમારા ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેમની વિરુદ્ધ આક્ષેપો મૂકે છે તેને નીચે ફેંકવામાં આવ્યો છે.
Hathnukkhu kalvan vah kacaipounge lawk ni, maimae Cathut uknaeram hoi ahnie Khrih e bahu teh a kamnue toe. Bangkongtetpawiteh maimae hmaunawnghanaw hah Cathut hmalah karum khodai yon kapen e taran teh tâkhawng lah ao toe.
11 ૧૧ તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ.
Hmaunawnghanaw teh tuca e thi lahoi hai, amamouh ni lawkpanuesaknae a lawk lahoi hai a tâ awh teh, due ditouh amamae hringnae lungpataw awh hoeh.
12 ૧૨ એ માટે, ઓ સ્વર્ગો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! ઓ પૃથ્વી તથા સમુદ્ર તમને અફસોસ છે; કેમ કે શેતાન તમારી પાસે ઊતર્યો છે અને તે બહુ ક્રોધિત થયો છે, તે જાણે છે કે હવે તેની પાસે થોડો જ સમય બાકી છે.
Hatdawkvah kalvannaw hoi kalvan kaawm e naw konawm awh haw. Talai hoi tuipuinaw teh yawthoe lah ao awh. Bangkongtetpawiteh kahraimathout teh amae tueng younca doeh kaawm toe tie a panue dawkvah puenghoi a lungkhuek laihoi nangmouh koe a kum toe telah dei e hah ka thai.
13 ૧૩ જયારે અજગરે જોયું કે પોતે પૃથ્વી પર ફેંકાયો છે ત્યારે જે સ્ત્રીએ નરબાળકને જન્મ આપ્યો હતો, તેને તેણે સતાવી.
Khorui ni talai van tâkhawng lah ka o toe tie a kâpanue dawkvah ca tongpa ka khe e napui hah a rektap.
14 ૧૪ સ્ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી, કે જેથી તે અજગરની આગળથી અરણ્યમાં પોતાના નિયત સ્થળે ઊડી જાય, ત્યાં સમય તથા સમયો તથા અડધા સમય સુધી તેનું પોષણ કરવામાં આવે.
Hatei hote napui ni kahrawng e thingyei yawn, amae a hmuen koe a kamleng thai nahanlah kalenpounge mataw rathei kahni touh poe lah ao. Hote napui teh tahrun hmalah hoi a hlout teh hote hmuen koe kum thum touh hoi tangawn khetyawt e lah ao.
15 ૧૫ અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય.
Tahrun ni hote napui hah tui pâyo sak hanelah, hote napui hnuk lahoi tui hah palangpui patetlah a kâko hoi a khu teh a tâco sak.
16 ૧૬ પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ.
Hatei talai ni amae a kâko a ang teh khorui kâko hoi patha lah kaawm e tuipui hah a padoun.
17 ૧૭ ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો. અને તેનાં બાકીનાં સંતાન એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે અને જેઓ ઈસુની સાક્ષીને વળગી રહે છે તેઓની સાથે લડવાને તે નીકળ્યો;
Hattoteh khorui ni hote napui koe puenghoi a lungkhuek teh Cathut e kâpoelawknaw ka tarawi e taminaw hoi Jisuh Khrih e lawkpanuesaknae lah kaawm e hote napui e catoun thung hoi kacawiraenaw hoi tarankâtuk hanelah a kamthaw teh,