< પ્રકટીકરણ 11 >

1 લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે ‘તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર.
Bấy giờ có người ban cho tôi một cây lau giống như cây gậy, và biểu tôi rằng: Hãy đứng dậy đo đền thờ Đức Chúa Trời, bàn thờ, và những kẻ thờ lạy tại đó.
2 પણ મંદિરની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ કેમ કે તે વિદેશીઓને આપેલું છે; તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને કચડશે.
Còn sân ngoài đền thờ thì hãy để nó ra ngoài, đừng đo làm chi; vì chỗ đó đã phó cho dân ngoại, họ sẽ giày đạp thành thánh đủ bốn mươi hai tháng.
3 મારા બે સાક્ષીને હું એવો અધિકાર આપીશ કે તેઓ ટાટ પહેરીને એક હજાર બસો સાંઠ દિવસ સુધી પ્રબોધ કરે.
Ta sẽ cho hai người làm chứng ta mặc áo bao gai đi nói tiên tri trong một ngàn hai trăm sáu mươi ngày.
4 જૈતૂનનાં જે બે વ્રુક્ષ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા છે તેઓ એ જ તે સાક્ષી છે.
Hai người làm chứng ấy tức là hai cây ô-li-ve và hai chân đèn đứng trước mặt Chúa của thế gian.
5 જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છશે તો તેને આ રીતે માર્યા જવું પડશે.
Nếu ai muốn làm hại hai người đó, thì có lửa ra từ miệng hai người thiêu nuốt kẻ thù nghịch mình: kẻ nào muốn làm hại hai người thì phải bị giết như vậy.
6 તેઓને આકાશ બંધ કરવાનો અધિકાર છે કે તેઓના પ્રબોધ કરવાના દિવસો દરમિયાન વરસાદ વરસે નહિ. અને પાણીઓ પર તેઓને અધિકાર છે કે તેઓ પાણીને લોહીરૂપે બદલી નાખે અને તેઓ જેટલી વાર ચાહે તેટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવે.
Hai người có quyền đóng trời lại, để cho trời không mưa trong những ngày mình nói tiên tri; hai người lại có quyền biến nước thành huyết và khiến các thứ tai nạn làm hại trên đất, lúc nào muốn làm cũng được cả.
7 જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે. (Abyssos g12)
Khi hai người đã làm chứng xong rồi, có con thú dưới vực sâu lên, sẽ chiến đấu cùng hai người; thú ấy sẽ thắng và giết đi. (Abyssos g12)
8 જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો પડ્યા રહે છે;
Thây hai người sẽ còn lại trên đường cái của thành lớn, gọi bóng là Sô-đôm và Ê-díp-tô, tức là nơi mà Chúa hai người cũng đã bị đóng đi trên thập tự giá.
9 અને સર્વ પ્રજાઓ, કુળો, ભાષાઓ તથા દેશોમાંથી આવેલા કેટલાક માણસો સાડાત્રણ દિવસ સુધી તેઓનાં મૃતદેહ જુએ છે અને એ મૃતદેહોને કબરમાં દફનાવવા દેતાં નથી.
Người ta ở các dân tộc, các chi phái, các tiếng, các nước sẽ trông thấy thây hai người trong ba ngày rưỡi, và chúng sẽ không cho chôn những thây ấy trong mồ.
10 ૧૦ પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું.
Các dân sự trên đất sẽ vui mừng hớn hở về hai người, và gởi lễ vật cho nhàu, bởi hai tiên tri đó đã khuấy hại dân sự trên đất.
11 ૧૧ સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી.
Nhưng, sau ba ngày rưỡi ấy, có sanh khí từ Đức Chúa Trời đến nhập vào trong hai người: hai người bèn đứng thẳng dậy, và những kẻ đứng xem đều kinh hãi cả thể.
12 ૧૨ તેઓએ સ્વર્ગમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે ‘તમે અહીં ઉપર આવો’ અને તેઓ વાદળ પર થઈને સ્વર્ગમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા.
Hai người nghe một tiếng lớn ở từ trên trời đến phán cùng mình rằng: Hãy lên đây! Hai người bèn lên trời trong đám mây và những kẻ thù nghịch đều trông thấy.
13 ૧૩ તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.
Đồng một giờ đó, có cơn động đất lớn; một phần mười của thành đổ xuống, bảy ngàn người chết trong cơn động đất ấy, còn những kẻ khác thất kinh và ngợi khen Đức Chúa Trời trên trời.
14 ૧૪ બીજી આફત આવી ગઈ છે, જુઓ, ત્રીજી આફત વહેલી આવી રહી છે.
“Nạn” thứ nhì qua rồi; nầy “Nạn” thứ ba đến mau chóng.
15 ૧૫ પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.’” (aiōn g165)
Vị thiên sứ thứ bảy thổi loa, có những tiếng lớn vang ra trên trời rằng: Từ nay nước của thế gian thuộc về Chúa chúng ta và Đấng Christ của Ngài, Ngài sẽ trị vì đời đời. (aiōn g165)
16 ૧૬ જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં સિંહાસન પર બેઠા હતા તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે,
Hai mươi bốn trưởng lão đang ngồi ở trước mặt Đức Chúa Trời, trên ngai mình, đều cúi mình sấp mặt xuống, thờ lạy Đức Chúa Trời,
17 ૧૭ ‘ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી આભાર માનીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને શાસન શરુ કર્યું છે.
mà rằng: Hỡi Chúa là Đức Chúa Trời Toàn năng, là Đấng Hiện Có, Trước Đã Có, chúng tôi cảm tạ Ngài, vì Ngài đã cầm quyền rất cao trong tay và đã trị vì.
18 ૧૮ દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.’”
Các dân tộc vốn giận dữ, nhưng cơn thạnh nộ của Ngài đã đến: giờ đã tới, là giờ phán xét kẻ chết, thưởng cho tôi tớ Chúa là các đấng tiên tri, thưởng cho các thánh và các người kính sợ danh Chúa, thưởng cho kẻ nhỏ cùng kẻ lớn, và hủy phá những kẻ đã hủy phá thế gian.
19 ૧૯ પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.
Đền thờ Đức Chúa Trời bèn mở ra ở trên trời, hòm giao ước bày ra trong đền thờ Ngài, rồi có chớp nhoáng, tiếng, sấm sét, động đất và mưa đá lớn.

< પ્રકટીકરણ 11 >