< પ્રકટીકરણ 10 >

1 મેં બીજા એક બળવાન સ્વર્ગદૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તે વાદળથી ઘેરાયેલો હતો, અને તેના માથા પર મેઘધનુષ હતું, અને તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.
anantaraM svargAd avarohan apara eko mahAbalo dUto mayA dR^iShTaH, sa parihitameghastasya shirashcha meghadhanuShA bhUShitaM mukhamaNDala ncha sUryyatulyaM charaNau cha vahnistambhasamau|
2 તેના હાથમાં ઉઘાડેલું એક નાનું ઓળિયું હતું, અને તેણે પોતાનો જમણો પગ સમુદ્ર પર તથા ડાબો પગ જમીન પર મૂક્યો.
sa svakareNa vistIrNamekaM kShUdragranthaM dhArayati, dakShiNacharaNena samudre vAmacharaNena cha sthale tiShThati|
3 અને જેમ સિંહ ગર્જે છે તેમ તેણે મોટે અવાજે પોકાર કર્યો અને જયારે તેણે તે પોકાર કર્યો ત્યારે, સાત ગર્જનાનો અવાજ થઈ.
sa siMhagarjanavad uchchaiHsvareNa nyanadat ninAde kR^ite sapta stanitAni svakIyAn svanAn prAkAshayan|
4 જયારે તે સાત ગર્જના બોલી ત્યારે હું લખી લેવાનો હતો પણ મેં સ્વર્ગથી એક વાણી એવું કહેતી સાંભળી કે ‘સાત ગર્જનાએ જે જે વાત કહી તેઓને તું લખીશ નહિ તે જાહેર કરવાની નથી.’”
taiH sapta stanitai rvAkye kathite. ahaM tat lekhitum udyata AsaM kintu svargAd vAgiyaM mayA shrutA sapta stanitai ryad yad uktaM tat mudrayA Nkaya mA likha|
5 પછી મેં જે સ્વર્ગદૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો,
aparaM samudramedinyostiShThan yo dUto mayA dR^iShTaH sa gaganaM prati svadakShiNakaramutthApya
6 અને પોતે પ્રતિજ્ઞા કરી કે જેઓ સદાસર્વકાળ જીવંત છે, જેમણે આકાશ તથા તેમાં, પૃથ્વી તથા તેમાં અને સમુદ્ર તથા તેમાં જે કંઈ છે તે બધું ઉત્પન્ન કર્યું તેમના સમ ખાઈને તેણે કહ્યું કે, ‘હવે વિલંબ થશે નહિ; (aiōn g165)
aparaM svargAd yasya ravo mayAshrAvi sa puna rmAM sambhAvyAvadat tvaM gatvA samudramedinyostiShThato dUtasya karAt taM vistIrNa kShudragranthaM gR^ihANa, tena mayA dUtasamIpaM gatvA kathitaM grantho. asau dIyatAM| (aiōn g165)
7 પણ સાતમાં સ્વર્ગદૂતની વાણીના દિવસોમાં, એટલે જયારે તે રણશિંગડું વગાડશે ત્યારે ઈશ્વરનો મર્મ, જે તેમણે પોતાના સેવકોને એટલે પ્રબોધકોને જણાવ્યો હતો તે પ્રમાણે સંપૂર્ણ થશે.’”
kintu tUrIM vAdiShyataH saptamadUtasya tUrIvAdanasamaya Ishvarasya guptA mantraNA tasya dAsAn bhaviShyadvAdinaH prati tena susaMvAde yathA prakAshitA tathaiva siddhA bhaviShyati|
8 સ્વર્ગમાંથી જે વાણી મેં સાંભળી હતી તેણે ફરીથી મને કહ્યું કે ‘તું જા. અને જે સ્વર્ગદૂત સમુદ્ર પર તથા જમીન પર ઊભો છે, તેના હાથમાં જે ખુલ્લું ઓળિયું છે તે લે.’”
aparaM svargAd yasya ravo mayAshrAvi sa puna rmAM sambhAShyAvadat tvaM gatvA samudramedinyostiShThato dUtasya karAt taM vistIrNaM kShudragranthaM gR^ihANa,
9 મેં સ્વર્ગદૂતની પાસે જઈને તેને કહ્યું કે ‘એ નાનું ઓળિયું મને આપ.’” અને તેણે મને કહ્યું કે ‘તે લે અને ખાઈ જા. તે તારા પેટને કડવું કરશે પણ તારા મોમાં મધ જેવું મીઠું લાગશે.’”
tena mayA dUtasamIpaM gatvA kathitaM grantho. asau dIyatAM| sa mAm avadat taM gR^ihItvA gila, tavodare sa tiktaraso bhaviShyati kintu mukhe madhuvat svAdu rbhaviShyati|
10 ૧૦ ત્યારે સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો અને તે મારા મોમાં મધ જેવું મીઠું લાગ્યું પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું.
tena mayA dUtasya karAd grantho gR^ihIto gilitashcha| sa tu mama mukhe madhuvat svAdurAsIt kintvadanAt paraM mamodarastiktatAM gataH|
11 ૧૧ પછી મને એવું કહેવામાં આવ્યું કે ઘણાં પ્રજાઓ, દેશો, ભાષાઓ તથા રાજાઓ વિષે તારે પ્રબોધ કરવો જોઈએ.’”
tataH sa mAm avadat bahUn jAtivaMshabhAShAvadirAjAn adhi tvayA puna rbhaviShyadvAkyaM vaktavyaM|

< પ્રકટીકરણ 10 >