< પ્રકટીકરણ 1 >
1 ૧ ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, એટલે જે બનાવો ટૂંક સમયમાં બનવાના છે તે પોતાના દાસોને કહી બતાવવા સારુ ઈશ્વરે તેમના પુત્ર ઈસુને તે આપ્યું. અને તેમણે પોતાનો સ્વર્ગદૂત મોકલીને તે પોતાના દાસ યોહાનને બતાવ્યું.
Zjevení Ježíše Krista, kteréž dal jemu Bůh, aby ukázal služebníkům svým, které věci měly by se díti brzo, on pak zjevil, poslav je skrze anděla svého služebníku svému Janovi,
2 ૨ યોહાને ઈશ્વરનાં વચન તથા ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિષે જેટલું પોતે જોયું તેની માહિતી આપી.
Kterýž osvědčil slovo Boží, a svědectví Jezukristovo, a cožkoli viděl.
3 ૩ ભવિષ્યમાં બનવાની બિનાઓ જેઓ વાંચે છે, આ ભવિષ્યવાણીનું વચન જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે, તેઓ આશીર્વાદિત છે, કેમ કે સમય પાસે છે.
Blahoslavený, kdož čte, i ti, kteříž slyší slova proroctví tohoto, a ostříhají toho, což napsáno jest v něm; nebo čas blízko jest.
4 ૪ જે સાત મંડળીના વિશ્વાસી સમુદાય આસિયામાં છે તેઓને યોહાન લખે છે. જે છે અને જે હતા અને જે આવનાર છે તેમનાંથી, તથા તેમના સિંહાસન આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી,
Jan sedmi zborům, kteříž jsou v Azii: Milost vám a pokoj od toho, kterýž jest, a kterýž byl, a kterýž přijíti má, a od sedmi duchů, kteříž jsou před oblíčejem trůnu jeho,
5 ૫ તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાક્ષી, અને મરણ પામેલાંમાંથી પ્રથમ ઊઠેલ અને દુનિયાના રાજાઓના અધિકારી છે તેમનાંથી, તમારા પર કૃપા તથા શાંતિ હો. જેમણે આપણા પર પ્રેમ કર્યો, અને પોતાના રક્ત વડે આપણને આપણાં પાપથી બચાવ્યા;
A od Ježíše Krista, jenž jest svědek věrný, ten prvorozený z mrtvých, a kníže králů země, kterýž zamiloval nás, a umyl nás od hříchů našich krví svou,
6 ૬ અને ઈશ્વર પિતાને માટે આપણને રાજ્ય તથા યાજકો બનાવ્યા, તેમનો મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હો; આમીન. (aiōn )
A učinil nás krále a kněží Bohu a Otci svému, jemuž buď sláva a moc na věky věků. Amen. (aiōn )
7 ૭ જુઓ, તે વાદળાંમાં આવે છે અને દરેક આંખ, અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે; અને પૃથ્વી પરનાં સઘળાં કુળો તેમને લીધે વિલાપ કરશે; હા, આમીન.
Aj, béře se s oblaky, a uzříť jej všeliké oko, i ti, kteříž ho bodli; a budou plakati pro něj všecka pokolení země, jistě. Amen.
8 ૮ પ્રભુ ઈશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વસમર્થ છે, તે એમ કહે છે કે, ‘હું આલ્ફા તથા ઓમેગા છું.’”
Jáť jsem Alfa i Oméga, totiž počátek i konec, praví Pán, kterýž jest, a kterýž byl, a kterýž přijíti má, ten všemohoucí.
9 ૯ હું યોહાન તમારો ભાઈ, અને વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા ધીરજમાં તમારા સહભાગી, ઈશ્વરનાં વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે, પાત્મસ ટાપુ પર હતો.
Já Jan, i bratr váš, i spoluúčastník v ssoužení, i v království, i v trpělivosti Ježíše Krista, byl jsem na ostrově, kterýž slove Patmos, pro slovo Boží a pro svědectví Ježíše Krista.
10 ૧૦ પ્રભુના દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી એમ કહેતી સાંભળી કે,
A byl jsem u vytržení ducha v den Páně, i uslyšel jsem za sebou hlas veliký jako trouby,
11 ૧૧ ‘તું જે જુએ છે તે પુસ્તકમાં લખ, અને એફેસસમાં, સ્મર્નામાં, પેર્ગામનમાં, થુઆતૈરામાં, સાર્દિસમાં, ફિલાડેલ્ફિયામાં તથા લાઓદિકિયામાં જે સાત મંડળી છે તેઓને મોકલ.’”
An dí: Já jsem Alfa i Oméga, ten první i poslední, a což vidíš, piš do knihy, a pošli sedmi zborům, kteříž jsou v Azii, do Efezu, a do Smyrny, a do Pergamu, a do Tyatiru, a do Sardy, a do Filadelfie, i do Laodicie.
12 ૧૨ જે વાણીએ મારી સાથે વાત કરી, તેને જોવા હું ફર્યો; ત્યારે મેં સોનાની સાત દીવીને જોઈ.
I obrátil jsem se, abych viděl ten hlas, kterýž mluvil se mnou, a obrátiv se, uzřel jsem sedm svícnů zlatých,
13 ૧૩ તે દીવીઓની વચમાં મનુષ્યપુત્ર જેવા એકને મેં જોયા, તેમણે પગની નીચે સુધી પહોંચે એવો ઝભ્ભો પહેરેલો હતો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો.
A u prostřed těch sedmi svícnů podobného Synu člověka, oblečeného v dlouhé roucho, a přepásaného na prsech pasem zlatým.
14 ૧૪ તેમનું માથું તથા વાળ સફેદ ઊન અને બરફની માફક શ્વેત હતાં; અને તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી.
Hlava pak jeho a vlasové bílí, jako bílá vlna, jako sníh, a oči jeho jako plamen ohně.
15 ૧૫ તેમના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા હતા; અને તેમનો અવાજ ઘણાં પાણીનાં મોજાંના જેવો ગર્જતો હતો.
Nohy pak jeho podobné mosazi, jako v peci hořící; a hlas jeho jako hlas vod mnohých.
16 ૧૬ તેમના જમણાં હાથમાં સાત તારા હતા; અને તેમના મુખમાંથી બેધારી તીક્ષ્ણ તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય સમાન હતો.
A měl v pravé ruce své sedm hvězd, a z úst jeho meč s obou stran ostrý vycházel; a tvář jeho jako slunce, když jasně svítí.
17 ૧૭ જયારે મેં તેમને જોયા ત્યારે મૂએલા જેવો થઈને હું તેમના પગ પાસે પડી ગયો. ત્યારે તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, ‘બીશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું;
A jakž jsem jej uzřel, padl jsem k nohám jeho, jako mrtvý. I položil ruku svou pravou na mne, řka ke mně: Neboj se. Já jsem ten první i poslední,
18 ૧૮ અને જે જીવંત છે તે હું છું. હું મૃત્યુ પામ્યો હતો અને જુઓ, હવે હું સદાકાળ જીવતો છું! મરણ તથા પાતાળની ચાવીઓ મારી પાસે છે. (aiōn , Hadēs )
A živý, ješto jsem byl mrtvý, a aj, živý jsem na věky věků. Amen. A mám klíče pekla i smrti. (aiōn , Hadēs )
19 ૧૯ તેં જે જોયું છે અને જે થયું છે, અને હવે પછી જે જે થશે, તે સઘળું લખ.
Napiš ty věci, kteréž jsi viděl, a kteréž jsou, a kteréž se mají díti potom.
20 ૨૦ મારા જમણાં હાથમાં જે સાત તારા તથા સોનાની સાત દીવી તેં જોયાં, એમનો ખુલાસો તું લખ. સાત તારા તો સાત મંડળીના સ્વર્ગદૂત છે, અને સાત દીવી તો સાત મંડળી છે.
Tajemství těch sedmi hvězd, kteréž jsi viděl v pravici mé, a sedm svícnů zlatých: Sedm těch hvězd jsou andělé sedmi zborů, a sedm svícnů, kteréžs viděl, jest sedm zborů.