< ગીતશાસ્ત્ર 99 >
1 ૧ યહોવાહ રાજ કરે છે; લોકો કાંપો. તે કરુબો પર બિરાજે છે; પૃથ્વી કાંપો.
主は王となられた。もろもろの民はおののけ。主はケルビムの上に座せられる。地は震えよ。
2 ૨ યહોવાહ સિયોનમાં મહાન છે; તે સર્વ લોકો કરતાં ઊંચા છે.
主はシオンにおられて大いなる神、主はもろもろの民の上に高くいらせられる。
3 ૩ તેઓ તમારા મહાન અને ભયાવહ નામની સ્તુતિ કરો; તે પવિત્ર છે.
彼らはあなたの大いなる恐るべきみ名をほめたたえるであろう。主は聖でいらせられる。
4 ૪ રાજા પરાક્રમી છે અને તે ન્યાયને ચાહે છે. તમે ન્યાયને સ્થાપન કરો છો; તમે યાકૂબમાં ન્યાયીપણાને ઉત્પન્ન કરો છો.
大能の王であり、公義を愛する者であるあなたは堅く公平を立て、ヤコブの中に正と義とを行われた。
5 ૫ આપણા ઈશ્વર યહોવાહ મોટા મનાઓ અને તેમના પાયાસન પાસે ભજન કરો. તે પવિત્ર છે.
われらの神、主をあがめ、その足台のもとで拝みまつれ。主は聖でいらせられる。
6 ૬ તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.
その祭司の中にモーセとアロンとがあった。そのみ名を呼ぶ者の中にサムエルもあった。彼らが主に呼ばわると、主は答えられた。
7 ૭ તેમણે મેઘસ્તંભમાંથી તેઓની સાથે વાત કરી. તેઓએ તેમની પવિત્ર આજ્ઞાઓ અને તેમણે આપેલા વિધિઓ પાળ્યા.
主は雲の柱のうちで彼らに語られた。彼らはそのあかしと、彼らに賜わった定めとを守った。
8 ૮ હે યહોવાહ, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપો. જો કે તમે તેઓને તેઓના પાપોની શિક્ષા કરી, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે જ હતા.
われらの神、主よ、あなたは彼らに答えられた。あなたは彼らにゆるしを与えられた神であったが、悪を行う者には報復された。
9 ૯ આપણા ઈશ્વર યહોવાહને મોટા માનો અને તેમના પવિત્ર પર્વત પર ભજન કરો, કેમ કે આપણા ઈશ્વર યહોવાહ પવિત્ર છે.
われらの神、主をあがめ、その聖なる山で拝みまつれ。われらの神、主は聖でいらせられるからである。