< ગીતશાસ્ત્ર 98 >
1 ૧ ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
(시) 새 노래로 여호와께 찬송하라! 대저 기이한 일을 행하사 그 오른 손과 거룩한 팔로 자기를 위하여 구원을 베푸셨도다
2 ૨ યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
여호와께서 그 구원을 알게 하시며 그 의를 열방의 목전에 명백히 나타내셨도다
3 ૩ તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
저가 이스라엘 집에 향하신 인자와 성실을 기억하셨으므로 땅의 모든 끝이 우리 하나님의 구원을 보았도다
4 ૪ હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
온 땅이여, 여호와께 즐거이 소리할지어다! 소리를 발하여 즐거이 노래하며 찬송할지어다
5 ૫ વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
수금으로 여호와를 찬양하라! 수금과 음성으로 찬양할지어다!
6 ૬ તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
나팔과 호각으로 왕 여호와 앞에 즐거이 소리할지어다
7 ૭ સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
바다와 거기 충만한 것과 그 중에 거하는 자는 다 외칠지어다
8 ૮ નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
여호와 앞에서 큰 물이 박수하며 산악이 함께 즐거이 노래할지어다
9 ૯ યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
저가 땅을 판단하려 임하실 것임이로다 저가 의로 세계를 판단하시며 공평으로 그 백성을 판단하시리로다