< ગીતશાસ્ત્ર 98 >

1 ગીત. યહોવાહની સમક્ષ, એક નવું ગીત ગાઓ, કેમ કે તેમણે અદ્દભુત કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
מִזְמוֹר שִׁירוּ לַיהֹוָה ׀ שִׁיר חָדָשׁ כִּֽי־נִפְלָאוֹת עָשָׂה הוֹשִׁיעָה־לּוֹ יְמִינוֹ וּזְרוֹעַ קׇדְשֽׁוֹ׃
2 યહોવાહે પોતાનું તારણ બતાવ્યું છે; તેમણે પોતાનું ન્યાયીપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે.
הוֹדִיעַ יְהֹוָה יְשׁוּעָתוֹ לְעֵינֵי הַגּוֹיִם גִּלָּה צִדְקָתֽוֹ׃
3 તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇઝરાયલના લોકોને માટે સંભાર્યાં છે; આખી પૃથ્વીએ આપણા ઈશ્વરનો વિજય જોયો છે.
זָכַר חַסְדּוֹ ׀ וֶאֱֽמוּנָתוֹ לְבֵית יִשְׂרָאֵל רָאוּ כׇל־אַפְסֵי־אָרֶץ אֵת יְשׁוּעַת אֱלֹהֵֽינוּ׃
4 હે પૃથ્વીના લોકો, યહોવાહની આગળ હર્ષનાદ કરો; આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
הָרִיעוּ לַיהֹוָה כׇּל־הָאָרֶץ פִּצְחוּ וְרַנְּנוּ וְזַמֵּֽרוּ׃
5 વીણાસહિત, વીણા તથા ગાયનસહિત યહોવાહનાં સ્તોત્રો ગાઓ.
זַמְּרוּ לַיהֹוָה בְּכִנּוֹר בְּכִנּוֹר וְקוֹל זִמְרָֽה׃
6 તૂરી તથા રણશિંગડાંના અવાજથી યહોવાહ રાજાની આગળ હર્ષનાદ કરો.
בַּחֲצֹצְרוֹת וְקוֹל שׁוֹפָר הָרִיעוּ לִפְנֵי ׀ הַמֶּלֶךְ יְהֹוָֽה׃
7 સમુદ્ર તથા તેનું સર્વસ્વ, જગત અને તેમાંના સર્વ રહેવાસીઓ, ગાજો.
יִרְעַם הַיָּם וּמְלֹאוֹ תֵּבֵל וְיֹשְׁבֵי בָֽהּ׃
8 નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો હર્ષનાદ કરો.
נְהָרוֹת יִמְחֲאוּ־כָף יַחַד הָרִים יְרַנֵּֽנוּ׃
9 યહોવાહ પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ પૃથ્વીનો અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
לִפְֽנֵי יְהֹוָה כִּי בָא לִשְׁפֹּט הָאָרֶץ יִשְׁפֹּֽט־תֵּבֵל בְּצֶדֶק וְעַמִּים בְּמֵישָׁרִֽים׃

< ગીતશાસ્ત્ર 98 >