< ગીતશાસ્ત્ર 97 >
1 ૧ યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.
La Eternulo reĝas; ĝoju la tero; Estu gajaj la multaj insuloj.
2 ૨ વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.
Nubo kaj mallumo estas ĉirkaŭ Li; Vero kaj justeco estas la fundamento de Lia trono.
3 ૩ અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.
Fajro iras antaŭ Li, Kaj bruligas ĉirkaŭe Liajn malamikojn.
4 ૪ તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.
Liaj fulmoj lumigas la mondon; La tero vidas, kaj tremas.
5 ૫ યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.
Montoj fandiĝas kiel vakso antaŭ la vizaĝo de la Eternulo, Antaŭ la vizaĝo de la Sinjoro de la tuta tero.
6 ૬ આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
La ĉielo rakontas Lian veron, Kaj ĉiuj popoloj vidas Lian gloron.
7 ૭ મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, ઓ બધી દેવતાઓ! તેમની આગળ પ્રણામ કરો.
Hontiĝu ĉiuj, kiuj servas al idoloj, Kiuj laŭdas sin pro diaĉoj. Kliniĝu antaŭ Li ĉiuj dioj.
8 ૮ હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.
Aŭdis kaj ekĝojis Cion, Kaj ektriumfis la filinoj de Jehuda Pro Viaj juĝoj, ho Eternulo.
9 ૯ કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
Ĉar Vi, ho Eternulo, estas Plejalta super la tuta tero, Vi tre alte leviĝis super ĉiuj dioj.
10 ૧૦ હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.
Amantoj de la Eternulo, malamu malbonon. Li gardas la animojn de Siaj fideluloj; Li savos ilin de la mano de malvirtuloj.
11 ૧૧ ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.
Lumo verŝiĝas sur virtulon, Kaj ĝojo sur purkorulojn.
12 ૧૨ હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.
Ĝoju, virtuloj, pro la Eternulo, Kaj gloru Lian sanktan nomon.