< ગીતશાસ્ત્ર 96 >
1 ૧ યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
Cantad al SEÑOR canción nueva; cantad al SEÑOR, toda la tierra.
2 ૨ યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
Cantad al SEÑOR, bendecid su Nombre; anunciad de día en día su salud.
3 ૩ વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
Contad entre los gentiles su gloria, en todos los pueblos sus maravillas.
4 ૪ કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
Porque grande es el SEÑOR, y digno de suprema alabanza; terrible sobre todos los dioses.
5 ૫ કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
Porque todos los dioses de los pueblos son ídolos; mas el SEÑOR hizo los cielos.
6 ૬ ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
Alabanza y gloria delante de él; fortaleza y hermosura en su santuario.
7 ૭ લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
Dad al SEÑOR, oh familias de los pueblos, dad al SEÑOR la gloria y la fortaleza.
8 ૮ યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
Dad al SEÑOR la honra de su Nombre; tomad presentes, y venid a sus atrios.
9 ૯ પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
Adorad al SEÑOR en la hermosura de la santidad; temed delante de él, toda la tierra.
10 ૧૦ વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.
Decid entre los gentiles: El SEÑOR tomó el reino, también compuso el mundo, no será conmovido; juzgará a los pueblos en justicia.
11 ૧૧ આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.
Alégrense los cielos, y gócese la tierra; brame el mar y su plenitud.
12 ૧૨ ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે
Regocíjese el campo, y todo lo que en él está; entonces exultarán todos los árboles de la breña,
13 ૧૩ યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.
delante del SEÑOR que vino; porque vino a juzgar la tierra. Juzgará al mundo con justicia, y a los pueblos con su verdad.