< ગીતશાસ્ત્ર 96 >

1 યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.
שִׁירוּ לַיהֹוָה שִׁיר חָדָשׁ שִׁירוּ לַיהֹוָה כׇּל־הָאָֽרֶץ׃
2 યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.
שִׁירוּ לַיהֹוָה בָּרְכוּ שְׁמוֹ בַּשְּׂרוּ מִיּֽוֹם־לְיוֹם יְשׁוּעָתֽוֹ׃
3 વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
סַפְּרוּ בַגּוֹיִם כְּבוֹדוֹ בְּכׇל־הָעַמִּים נִפְלְאוֹתָֽיו׃
4 કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
כִּי גָדוֹל יְהֹוָה וּמְהֻלָּל מְאֹד נוֹרָא הוּא עַל־כׇּל־אֱלֹהִֽים׃
5 કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.
כִּי ׀ כׇּל־אֱלֹהֵי הָעַמִּים אֱלִילִים וַיהֹוָה שָׁמַיִם עָשָֽׂה׃
6 ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
הוֹד־וְהָדָר לְפָנָיו עֹז וְתִפְאֶרֶת בְּמִקְדָּשֽׁוֹ׃
7 લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.
הָבוּ לַיהֹוָה מִשְׁפְּחוֹת עַמִּים הָבוּ לַיהֹוָה כָּבוֹד וָעֹֽז׃
8 યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો.
הָבוּ לַיהֹוָה כְּבוֹד שְׁמוֹ שְׂאֽוּ־מִנְחָה וּבֹאוּ לְחַצְרוֹתָֽיו׃
9 પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
הִשְׁתַּחֲווּ לַיהֹוָה בְּהַדְרַת־קֹדֶשׁ חִילוּ מִפָּנָיו כׇּל־הָאָֽרֶץ׃
10 ૧૦ વિદેશીઓમાં કહો, “યહોવાહ રાજ કરે છે.” જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.
אִמְרוּ בַגּוֹיִם ׀ יְהֹוָה מָלָךְ אַף־תִּכּוֹן תֵּבֵל בַּל־תִּמּוֹט יָדִין עַמִּים בְּמֵישָׁרִֽים׃
11 ૧૧ આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.
יִשְׂמְחוּ הַשָּׁמַיִם וְתָגֵל הָאָרֶץ יִֽרְעַם הַיָּם וּמְלֹאֽוֹ׃
12 ૧૨ ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે
יַעֲלֹז שָׂדַי וְכׇל־אֲשֶׁר־בּוֹ אָז יְרַנְּנוּ כׇּל־עֲצֵי־יָֽעַר׃
13 ૧૩ યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.
לִפְנֵי יְהֹוָה ׀ כִּי בָא כִּי בָא לִשְׁפֹּט הָאָרֶץ יִשְׁפֹּֽט־תֵּבֵל בְּצֶדֶק וְעַמִּים בֶּאֱמוּנָתֽוֹ׃

< ગીતશાસ્ત્ર 96 >