< ગીતશાસ્ત્ર 94 >
1 ૧ હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો.
Θεέ των εκδικήσεων, Κύριε, Θεέ των εκδικήσεων, εμφάνηθι.
2 ૨ હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.
Υψώθητι, Κριτά της γής· απόδος ανταπόδοσιν εις τους υπερηφάνους.
3 ૩ હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે?
Έως πότε οι ασεβείς, Κύριε, έως πότε οι ασεβείς θέλουσι θριαμβεύει;
4 ૪ તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.
Έως πότε θέλουσι προφέρει και λαλεί σκληρά; θέλουσι καυχάσθαι πάντες οι εργάται της ανομίας;
5 ૫ હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ: ખ આપે છે.
Τον λαόν σου, Κύριε, καταθλίβουσι και την κληρονομίαν σου κακοποιούσι.
6 ૬ તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.
Την χήραν και τον ξένον φονεύουσι και θανατόνουσι τους ορφανούς.
7 ૭ તેઓ કહે છે, “યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ.”
Και λέγουσι, δεν θέλει ιδεί ο Κύριος ουδέ θέλει νοήσει ο Θεός του Ιακώβ.
8 ૮ હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?
Εννοήσατε, οι άφρονες μεταξύ του λαού· και οι μωροί, πότε θέλετε φρονιμεύσει;
9 ૯ જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
Ο φυτεύσας το ωτίον, δεν θέλει ακούσει; ο πλάσας τον οφθαλμόν, δεν θέλει ιδεί;
10 ૧૦ જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
Ο σωφρονίζων τα έθνη, δεν θέλει ελέγξει; ο διδάσκων τον άνθρωπον γνώσιν;
11 ૧૧ યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.
Ο Κύριος γνωρίζει τους διαλογισμούς των ανθρώπων, ότι είναι μάταιοι.
12 ૧૨ હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.
Μακάριος ο άνθρωπος, τον οποίον σωφρονίζεις, Κύριε, και διά του νόμου σου διδάσκεις αυτόν·
13 ૧૩ દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.
διά να αναπαύης αυτόν από των ημερών της συμφοράς, εωσού σκαφθή λάκκος εις τον ασεβή.
14 ૧૪ કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.
Διότι δεν θέλει απορρίψει ο Κύριος τον λαόν αυτού, και την κληρονομίαν αυτού δεν θέλει εγκαταλείψει.
15 ૧૫ કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.
Επειδή η κρίσις θέλει επιστρέψει εις την δικαιοσύνην, και θέλουσιν ακολουθήσει αυτήν πάντες οι ευθείς την καρδίαν.
16 ૧૬ મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
Τις θέλει σηκωθή υπέρ εμού κατά των πονηρευομένων; τις θέλει παρασταθή υπέρ εμού κατά των εργατών της ανομίας;
17 ૧૭ જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.
Εάν ο Κύριος δεν με εβοήθει, παρ' ολίγον ήθελε κατοικήσει ψυχή μου εν τη σιωπή.
18 ૧૮ જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.
Ότε έλεγον, ωλίσθησεν ο πους μου, το έλεός σου, Κύριε, με εβοήθει.
19 ૧૯ જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.
Εν τω πλήθει των αμηχανιών της καρδίας μου, αι παρηγορίαι σου εύφραναν την ψυχήν μου.
20 ૨૦ દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?
Μήπως έχει μετά σου συγκοινωνίαν ο θρόνος της ανομίας, όστις μηχανάται αδικίαν αντί νόμου;
21 ૨૧ તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.
Αυτοί εφορμώσι κατά της ψυχής του δικαίου και αίμα αθώον καταδικάζουσιν.
22 ૨૨ પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.
Αλλ' ο Κύριος είναι εις εμέ καταφύγιον και ο Θεός μου το φρούριον της ελπίδος μου.
23 ૨૩ તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.
Και θέλει επιστρέψει επ' αυτούς την ανομίαν αυτών και εν τη πονηρία αυτών θέλει αφανίσει αυτούς· Κύριος ο Θεός ημών θέλει αφανίσει αυτούς.