< ગીતશાસ્ત્ર 92 >
1 ૧ ગીત, વિશ્રામવારને માટે ગાયન. યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
安息日の歌、さんび いと高き者よ、主に感謝し、み名をほめたたえるのは、よいことです。
2 ૨ સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
あしたに、あなたのいつくしみをあらわし、夜な夜な、あなたのまことをあらわすために、
3 ૩ દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
十弦の楽器と立琴を用い、琴のたえなる調べを用いるのは、よいことです。
4 ૪ કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
主よ、あなたはみわざをもってわたしを楽しませられました。わたしはあなたのみ手のわざを喜び歌います。
5 ૫ હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
主よ、あなたのみわざはいかに大いなることでしょう。あなたのもろもろの思いは、いとも深く、
6 ૬ અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
鈍い者は知ることができず、愚かな者はこれを悟ることができません。
7 ૭ જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
たとい、悪しき者は草のようにもえいで、不義を行う者はことごとく栄えても、彼らはとこしえに滅びに定められているのです。
8 ૮ પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
しかし、主よ、あなたはとこしえに高き所にいらせられます。
9 ૯ તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
主よ、あなたの敵、あなたの敵は滅び、不義を行う者はことごとく散らされるでしょう。
10 ૧૦ તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
しかし、あなたはわたしの角を野牛の角のように高くあげ、新しい油をわたしに注がれました。
11 ૧૧ મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
わたしの目はわが敵の没落を見、わたしの耳はわたしを攻める悪者どもの破滅を聞きました。
12 ૧૨ ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
正しい者はなつめやしの木のように栄え、レバノンの香柏のように育ちます。
13 ૧૩ જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
彼らは主の家に植えられ、われらの神の大庭に栄えます。
14 ૧૪ વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
彼らは年老いてなお実を結び、いつも生気に満ち、青々として、
15 ૧૫ જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.
主の正しいことを示すでしょう。主はわが岩です。主には少しの不義もありません。