< ગીતશાસ્ત્ર 92 >

1 ગીત, વિશ્રામવારને માટે ગાયન. યહોવાહની સ્તુતિ કરવી અને હે પરાત્પર તમારા નામનાં સ્તોત્ર ગાવાં, તે સારું છે.
מזמור שיר ליום השבת טוב להדות ליהוה ולזמר לשמך עליון׃
2 સવારે તમારી કૃપા અને રાત્રે તમારું વિશ્વાસુપણું પ્રગટ કરો.
להגיד בבקר חסדך ואמונתך בלילות׃
3 દશ તારવાળાં વાજાં સાથે અને સિતાર સાથે વીણાના મધુર સ્વરથી તેમની સ્તુતિ કરો.
עלי עשור ועלי נבל עלי הגיון בכנור׃
4 કેમ કે, હે યહોવાહ, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે. તમારા હાથે થયેલાં કામને લીધે હું હર્ષનાદ કરીશ.
כי שמחתני יהוה בפעלך במעשי ידיך ארנן׃
5 હે યહોવાહ, તમારાં કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
מה גדלו מעשיך יהוה מאד עמקו מחשבתיך׃
6 અજ્ઞાની માણસ તે જાણતો નથી, મૂર્ખ પણ તે સમજી શકતો નથી.
איש בער לא ידע וכסיל לא יבין את זאת׃
7 જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે અને જ્યારે સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેઓનો સર્વકાલિક નાશ થવાને માટે છે.
בפרח רשעים כמו עשב ויציצו כל פעלי און להשמדם עדי עד׃
8 પણ, હે યહોવાહ, તમે સર્વકાળ રાજ કરશો.
ואתה מרום לעלם יהוה׃
9 તેમ છતાં, હે યહોવાહ, તમારા શત્રુઓ તરફ જુઓ; સર્વ દુષ્ટો વિખેરાઈ જશે.
כי הנה איביך יהוה כי הנה איביך יאבדו יתפרדו כל פעלי און׃
10 ૧૦ તમે મારું શિંગ જંગલી બળદના શિંગ જેવું ઊંચું કર્યું છે; તાજા તેલથી મારો અભિષેક કરવામાં આવ્યો છે.
ותרם כראים קרני בלתי בשמן רענן׃
11 ૧૧ મારા શત્રુઓને મારી ઇચ્છા પ્રમાણે થયેલ મેં મારી નજરે જોયું છે; મારી સામે ઊઠનારા દુષ્કર્મીઓને મારી ઇચ્છા પ્રમાણે ફળ મળ્યું એ મેં મારે કાને સાંભળ્યું છે.
ותבט עיני בשורי בקמים עלי מרעים תשמענה אזני׃
12 ૧૨ ન્યાયી માણસ ખજૂરના વૃક્ષની જેમ ખીલશે; તે લબાનોનના દેવદારની જેમ વધશે.
צדיק כתמר יפרח כארז בלבנון ישגה׃
13 ૧૩ જેઓને યહોવાહના ઘરમાં રોપવામાં આવેલા છે; તેઓ આપણા ઈશ્વરનાં આંગણામાં ખીલી ઊઠશે.
שתולים בבית יהוה בחצרות אלהינו יפריחו׃
14 ૧૪ વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ફળ આપશે; તેઓ તાજા અને લીલા રહેશે.
עוד ינובון בשיבה דשנים ורעננים יהיו׃
15 ૧૫ જેથી પ્રગટ થાય કે યહોવાહ યથાર્થ છે. તે મારા ખડક છે અને તેમનામાં કંઈ અન્યાય નથી.
להגיד כי ישר יהוה צורי ולא עלתה בו׃

< ગીતશાસ્ત્ર 92 >