< ગીતશાસ્ત્ર 90 >
1 ૧ હે ઈશ્વર, પેઢી દરપેઢી તમે અમારું નિવાસસ્થાન થયા છો.
Молитва Мойсея, чоловіка Божого.
2 ૨ પર્વતો ઉત્પન્ન થયા હતા, અને તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં, તે પહેલાંથી, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે ઈશ્વર છો.
Пе́рше ніж го́ри наро́джені, і поки Ти витворив землю та світ, то від віку й до віку — Ти Бог!
3 ૩ તમે મનુષ્યોને ધૂળમાં પાછા મેળવી દો છો અને તમે કહો છો, “હે મનુષ્યપુત્રો પાછા ફરો.”
Ти люди́ну вертаєш до по́роху, і кажеш: „Вернітеся, лю́дські сини!“
4 ૪ કારણ કે તમારી દ્રષ્ટિમાં હજાર વર્ષો વીતી ગયેલી કાલના જેવાં છે અને રાતના એક પહોર જેવાં છે.
Бо в оча́х Твоїх тисяча літ, — немов день той вчорашній, який проминув, й як сторо́жа нічна́.
5 ૫ તમે તેઓને પૂરની જેમ તાણી જાઓ છો અને તેઓ નિંદ્રા જેવાં છે; તેઓ સવારમાં ઊગતાં ઘાસ જેવા છે.
Пустив Ти на них течію́, вони стали, як сон, вони, як трава, що мина́є:
6 ૬ તે સવારે ખીલે છે અને વધે છે; સાંજે સુકાઈ જાય છે અને ચીમળાય છે.
уранці вона розцвітає й росте, — а на вечір зів'я́не та со́хне!
7 ૭ ખરેખર, તમારા કોપથી અમારો નાશ થાય છે અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
Бо від гніву Твого ми ги́немо, і пересердям Твоїм перестра́шені, —
8 ૮ તમે અમારા અન્યાય તમારી સમક્ષ, અમારાં ગુપ્ત પાપો તમારા મુખના પ્રકાશમાં મૂક્યાં છે.
Ти наші прови́ни поклав перед Себе, гріхи ж нашої мо́лодости — на світло Свого лиця!
9 ૯ તમારા રોષમાં અમારા સર્વ દિવસો વીતી જાય છે; નિસાસાની જેમ અમે અમારા વર્ષો પૂરાં કરીએ છીએ.
Бо всі наші дні промайну́ли у гніві Твоїм, скінчи́ли літа́ ми свої, як зідха́ння.
10 ૧૦ અમારી ઉંમરના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય; પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુ: ખમાત્ર છે. હા, તે ઝડપથી પસાર થઈ જાય છે અને અમે ઊડી જઈએ છીએ.
Дні літ наших — у них сімдеся́т літ, а при силах — вісімдеся́т літ, і го́рдощі їхні — стражда́ння й марно́та, бо все швидко минає, і ми відліта́ємо.
11 ૧૧ તમારા ક્રોધના બળને તથા તમારો રોષ ધ્યાનમાં લઈને તે પ્રમાણે તમારી બીક રાખવી તે કોણ જાણે છે?
Хто відає силу гніву Твого́? А Твоє пересе́рдя — як страх перед Тобою!
12 ૧૨ તમે અમને અમારું જીવન એવી રીતે ગણવાને શીખવો કે જેથી અમને ડહાપણવાળું હૃદય પ્રાપ્ત થાય.
Навчи нас лічи́ти отак наші дні, щоб ми набули́ серце мудре!
13 ૧૩ હે યહોવાહ, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.
Привернися ж, о Господи, — доки терпі́тимемо? — і пожалій Своїх рабів!
14 ૧૪ સવારે અમને તમારી કૃપાથી ભરી દો, કે જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ.
Насити́ нас ура́нці Своїм милосердям, і ми бу́демо співати й радіти по всі наші дні!
15 ૧૫ જે દિવસોમાં તમે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે, તે પ્રમાણે અમને આનંદ પમાડો.
Порадуй же нас за ті дні, коли Ти впокоря́в нас, за ті ро́ки, що в них ми зазнали лихого!
16 ૧૬ તમારા સેવકોને તમારાં કૃત્યો અને તેઓના દીકરાઓ પર તમારો મહિમા દેખાઓ.
Нехай ви́явиться Твоє ді́ло рабам Твоїм, а вели́чність Твоя — їхнім сина́м,
17 ૧૭ અમારા પર અમારા પ્રભુ ઈશ્વરની કૃપા થાઓ; તમે અમારા હાથનાં કામ અમારે માટે સ્થાપન કરો; હા, અમારા હાથનાં કામ તમે સ્થાપન કરો.
і хай буде над нами благоволі́ння Господа, Бога нашого, і ді́ло рук наших утверди́ нам, і діло рук наших — утверди́ його!