< ગીતશાસ્ત્ર 89 >
1 ૧ એથાન એઝ્રાહીનું માસ્કીલ. હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
En Maskil af Ezraiten Etan. Om HERRENS Naade vil jeg evigt synge, fra Slægt til Slægt med min Mund forkynde din Trofasthed.
2 ૨ કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”
Thi du har sagt: »En evig Bygning er Naaden!« I Himlen har du grundfæstet din Trofasthed.
3 ૩ યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
Jeg slutted en Pagt med min udvalgte, tilsvor David, min Tjener:
4 ૪ તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” (સેલાહ)
»Jeg lader din Sæd bestaa for evigt, jeg bygger din Trone fra Slægt til Slægt!« (Sela)
5 ૫ હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.
Og Himlen priser dit Under, HERRE, din Trofasthed i de Helliges Forsamling.
6 ૬ કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય? ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે?
Thi hvem i Sky er HERRENS Lige, hvo er som HERREN iblandt Guds Sønner?
7 ૭ સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.
En forfærdelig Gud i de Helliges Kreds, stor og frygtelig over alle omkring ham.
8 ૮ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
HERRE, Hærskarers Gud, hvo er som du? HERRE, din Naade og Trofasthed omgiver dig.
9 ૯ સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
Du mestrer Havets Overmod; naar Bølgerne bruser, stiller du dem.
10 ૧૦ મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.
Du knuste Rahab som en fældet Kriger, splitted dine Fjender med vældig Arm.
11 ૧૧ આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.
Din er Himlen, og din er Jorden, du grunded Jorderig med dets Fylde.
12 ૧૨ ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.
Norden og Sønden skabte du, Tabor og Hermon jubler over dit Navn.
13 ૧૩ તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
Du har en Arm med Vælde, din Haand er stærk, din højre løftet.
14 ૧૪ ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
Retfærd og Ret er din Trones Grundvold, Naade og Sandhed staar for dit Aasyn.
15 ૧૫ જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
Saligt det Folk, der kender til Frydesang, vandrer, HERRE, i dit Aasyns Lys!
16 ૧૬ તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
De lovsynger Dagen igennem dit Navn, ophøjes ved din Retfærdighed.
17 ૧૭ તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
Thi du er vor Styrkes Stolthed, du løfter vort Horn ved din Yndest;
18 ૧૮ કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
thi vort Skjold er hos HERREN, vor Konge er Israels Hellige!
19 ૧૯ ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું; “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.
Du taled engang i et Syn til dine fromme: »Krone satte jeg paa en Helt, ophøjed en Yngling af Folket;
20 ૨૦ મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
jeg har fundet David, min Tjener, salvet ham med min hellige Olie;
21 ૨૧ મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
thi min Haand skal holde ham fast, og min Arm skal give ham Styrke.
22 ૨૨ શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ; અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.
Ingen Fjende skal overvælde ham, ingen Nidding trykke ham ned;
23 ૨૩ તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ; જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ.
jeg knuser hans Fjender foran ham og nedstøder dem, der hader ham;
24 ૨૪ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે; મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
med ham skal min Trofasthed og Miskundhed være, hans Horn skal løfte sig ved mit Navn;
25 ૨૫ હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
jeg lægger Havet under hans Haand og Strømmene under hans højre;
26 ૨૬ તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’
mig skal han kalde: min Fader, min Gud og min Frelses Klippe.
27 ૨૭ વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
Jeg gør ham til førstefødt, den største blandt Jordens Konger;
28 ૨૮ હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
jeg bevarer for evigt min Miskundhed mod ham, min Pagt skal holdes ham troligt;
29 ૨૯ તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
jeg lader hans Æt bestaa for evigt, hans Trone, saa længe Himlen er til.
30 ૩૦ જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,
Hvis hans Sønner svigter min Lov og ikke følger mine Lovbud,
31 ૩૧ જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
hvis de bryder min Vedtægt og ikke holder mit Bud,
32 ૩૨ તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
da hjemsøger jeg deres Synd med Ris, deres Brøde med haarde Slag;
33 ૩૩ પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
men min Naade tager jeg ikke fra ham, min Trofasthed svigter jeg ikke;
34 ૩૪ હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
jeg bryder ikke min Pagt og ændrer ej mine Læbers Udsagn.
35 ૩૫ એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
Ved min Hellighed svor jeg een Gang for alle — David sviger jeg ikke:
36 ૩૬ તેના વંશજો સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.
Hans Æt skal blive for evigt, hans Trone for mig som Solen,
37 ૩૭ ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” (સેલાહ)
staa fast som Maanen for evigt, og Vidnet paa Himlen er sanddru.« (Sela)
38 ૩૮ પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે; તેના પર કોપાયમાન થયા છો.
Men du har forstødt og forkastet din Salvede og handlet i Vrede imod ham;
39 ૩૯ તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે. તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
Pagten med din Tjener har du brudt, vanæret hans Krone og traadt den i Støvet;
40 ૪૦ તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યા છે.
du har nedbrudt alle hans Mure, i Grus har du lagt hans Fæstninger;
41 ૪૧ માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે. તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.
alle vejfarende plyndrer ham, sine Naboer blev han til Spot.
42 ૪૨ તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે; અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે.
Du har løftet hans Uvenners højre og glædet alle hans Fjender;
43 ૪૩ તમે તેની તલવારની ધાર વાળી દો છો અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.
hans Sværd lod du vige for Fjenden, du holdt ham ej oppe i Kampen;
44 ૪૪ તમે તેનું તેજ લઈ લીધું છે અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.
du vristed ham Staven af Hænde og styrted hans Trone til Jorden,
45 ૪૫ તમે તેની યુવાનીના દિવસો ટૂંકા કર્યા છે. તમે તેને શરમિંદો કરી દીધો છે.
afkorted hans Ungdoms Dage og hylled ham ind i Skam. (Sela)
46 ૪૬ હે યહોવાહ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સુધી સંતાઈ રહેશો? તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ સળગતો રહેશે?
Hvor længe vil du skjule dig, HERRE, for evigt, hvor længe skal din Vrede lue som Ild?
47 ૪૭ મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
Herre, kom i Hu, hvad Livet er, til hvilken Tomhed du skabte hvert Menneskebarn!
48 ૪૮ એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? (સેલાહ) (Sheol )
Hvo bliver i Live og skuer ej Død, hvo frelser sin Sjæl fra Dødsrigets Haand? (Sela) (Sheol )
49 ૪૯ હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?
Hvor er din fordums Naade, Herre, som du i Trofasthed tilsvor David?
50 ૫૦ હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
Kom, Herre, din Tjeners Skændsel i Hu, at jeg bærer Folkenes Spot i min Favn,
51 ૫૧ હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.
hvorledes dine Fjender haaner, HERRE, hvorledes de haaner din Salvedes Fodspor.
52 ૫૨ નિરંતર યહોવાહને ધન્યવાદ આપો. આમીન તથા આમીન.
Lovet være HERREN i Evighed, Amen, Amen!