< ગીતશાસ્ત્ર 88 >
1 ૧ કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ. હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર, મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
१कोरहवंशियों का भजन प्रधान बजानेवाले के लिये: महलतलग्नोत राग में एज्रावंशी हेमान का मश्कील हे मेरे उद्धारकर्ता परमेश्वर यहोवा, मैं दिन को और रात को तेरे आगे चिल्लाता आया हूँ।
2 ૨ મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
२मेरी प्रार्थना तुझ तक पहुँचे, मेरे चिल्लाने की ओर कान लगा!
3 ૩ કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. (Sheol )
३क्योंकि मेरा प्राण क्लेश से भरा हुआ है, और मेरा प्राण अधोलोक के निकट पहुँचा है। (Sheol )
4 ૪ કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
४मैं कब्र में पड़नेवालों में गिना गया हूँ; मैं बलहीन पुरुष के समान हो गया हूँ।
5 ૫ મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
५मैं मुर्दों के बीच छोड़ा गया हूँ, और जो घात होकर कब्र में पड़े हैं, जिनको तू फिर स्मरण नहीं करता और वे तेरी सहायता रहित हैं, उनके समान मैं हो गया हूँ।
6 ૬ તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
६तूने मुझे गड्ढे के तल ही में, अंधेरे और गहरे स्थान में रखा है।
7 ૭ મારા પર તમારો કોપ અતિ ભારે છે અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
७तेरी जलजलाहट मुझी पर बनी हुई है, और तूने अपने सब तरंगों से मुझे दुःख दिया है। (सेला)
8 ૮ કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
८तूने मेरे पहचानवालों को मुझसे दूर किया है; और मुझ को उनकी दृष्टि में घिनौना किया है। मैं बन्दी हूँ और निकल नहीं सकता;
9 ૯ દુ: ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
९दुःख भोगते-भोगते मेरी आँखें धुँधला गई। हे यहोवा, मैं लगातार तुझे पुकारता और अपने हाथ तेरी ओर फैलाता आया हूँ।
10 ૧૦ શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)
१०क्या तू मुर्दों के लिये अद्भुत काम करेगा? क्या मरे लोग उठकर तेरा धन्यवाद करेंगे? (सेला)
11 ૧૧ શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
११क्या कब्र में तेरी करुणा का, और विनाश की दशा में तेरी सच्चाई का वर्णन किया जाएगा?
12 ૧૨ શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
१२क्या तेरे अद्भुत काम अंधकार में, या तेरा धर्म विश्वासघात की दशा में जाना जाएगा?
13 ૧૩ પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ; સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
१३परन्तु हे यहोवा, मैंने तेरी दुहाई दी है; और भोर को मेरी प्रार्थना तुझ तक पहुँचेगी।
14 ૧૪ હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
१४हे यहोवा, तू मुझ को क्यों छोड़ता है? तू अपना मुख मुझसे क्यों छिपाता रहता है?
15 ૧૫ મારી યુવાવસ્થાથી મારા પર દુ: ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું. તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
१५मैं बचपन ही से दुःखी वरन् अधमुआ हूँ, तुझ से भय खाते मैं अति व्याकुल हो गया हूँ।
16 ૧૬ તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
१६तेरा क्रोध मुझ पर पड़ा है; उस भय से मैं मिट गया हूँ।
17 ૧૭ તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.
१७वह दिन भर जल के समान मुझे घेरे रहता है; वह मेरे चारों ओर दिखाई देता है।
18 ૧૮ તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.
१८तूने मित्र और भाई-बन्धु दोनों को मुझसे दूर किया है; और मेरे जान-पहचानवालों को अंधकार में डाल दिया है।