< ગીતશાસ્ત્ર 88 >

1 કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ. હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર, મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
A song. A Psalm of the sons of Korah. For the choirmaster. According to Mahalath Leannoth. A Maskil of Heman the Ezrahite. O LORD, the God of my salvation, day and night I cry out before You.
2 મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
May my prayer come before You; incline Your ear to my cry.
3 કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે. (Sheol h7585)
For my soul is full of troubles, and my life draws near to Sheol. (Sheol h7585)
4 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
I am counted among those descending to the Pit. I am like a man without strength.
5 મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે; મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે સ્મરણ કરતા નથી, જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
I am forsaken among the dead, like the slain who lie in the grave, whom You remember no more, who are cut off from Your care.
6 તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે, તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
You have laid me in the lowest Pit, in the darkest of the depths.
7 મારા પર તમારો કોપ અતિ ભારે છે અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
Your wrath weighs heavily upon me; all Your waves have submerged me.
8 કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે. તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે. હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
You have removed my friends from me; You have made me repulsive to them; I am confined and cannot escape.
9 દુ: ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે; તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
My eyes grow dim with grief. I call to You daily, O LORD; I spread out my hands to You.
10 ૧૦ શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો? શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)
Do You work wonders for the dead? Do departed spirits rise up to praise You?
11 ૧૧ શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
Can Your loving devotion be proclaimed in the grave, Your faithfulness in Abaddon?
12 ૧૨ શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
Will Your wonders be known in the darkness, or Your righteousness in the land of oblivion?
13 ૧૩ પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ; સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
But to You, O LORD, I cry for help; in the morning my prayer comes before You.
14 ૧૪ હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે? શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
Why, O LORD, do You reject me? Why do You hide Your face from me?
15 ૧૫ મારી યુવાવસ્થાથી મારા પર દુ: ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું. તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
From my youth I was afflicted and near death. I have borne Your terrors; I am in despair.
16 ૧૬ તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
Your wrath has swept over me; Your terrors have destroyed me.
17 ૧૭ તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.
All day long they engulf me like water; they enclose me on every side.
18 ૧૮ તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે. મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.
You have removed my beloved and my friend; darkness is my closest companion.

< ગીતશાસ્ત્ર 88 >