< ગીતશાસ્ત્ર 87 >
1 ૧ કોરાના દીકરાઓનું ગીત; ગાયન. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
Koraha bērnu dziesma. Viņas pamati ir likti uz svētiem kalniem.
2 ૨ યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
Tas Kungs mīļo Ciānas vārtus pār visiem Jēkaba dzīvokļiem.
3 ૩ હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. (સેલાહ)
Teicamas lietas par tevi top sludinātas, tu Dieva pilsēta. (Sela)
4 ૪ હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.
Es pieskaitīšu Rahabu un Bābeli pie tiem, kas mani pazīst; redzi, Fīlisti un Tirus ar Moru ļaudīm: šis tur ir dzimis.
5 ૫ વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
Un par Ciānu sacīs: šis un tas tur ir dzimis, un tas Visuaugstais pats to stiprina.
6 ૬ યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” (સેલાહ)
Tas Kungs skaitīs un rakstīs tās tautas: šis tur ir dzimis. (Sela)
7 ૭ વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
Un dziedot un dejot sauks: visi mani avoti, (ak Ciāna), ir iekš Tevis.