< ગીતશાસ્ત્ર 87 >

1 કોરાના દીકરાઓનું ગીત; ગાયન. નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
לבני קרח מזמור שיר יסודתו בהררי קדש׃
2 યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
אהב יהוה שערי ציון מכל משכנות יעקב׃
3 હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. (સેલાહ)
נכבדות מדבר בך עיר האלהים סלה׃
4 હું મારા અનુયાયીઓમાં રાહાબ તથા બાબિલનો ઉલ્લેખ કરું છું. જુઓ, ત્યાં પલિસ્તી અને તૂર, કૂશ સાથે છે. આનો જન્મ ત્યાં થયો હતો.
אזכיר רהב ובבל לידעי הנה פלשת וצור עם כוש זה ילד שם׃
5 વળી સિયોન વિષે કહેવાશે કે, “દરેકનો સિયોનમાં જન્મ થયો; અને પરાત્પર પોતે તેને સ્થિર રાખશે.”
ולציון יאמר איש ואיש ילד בה והוא יכוננה עליון׃
6 યહોવાહ લોકોને નોંધશે ત્યારે તે ગણશે કે, “આનો જન્મ ત્યાં થયો.” (સેલાહ)
יהוה יספר בכתוב עמים זה ילד שם סלה׃
7 વળી સર્વ ગાનારાઓ તથા નાચનારાઓ કહેશે, “મારા સર્વ ઝરાઓ તમારામાં છે.”
ושרים כחללים כל מעיני בך׃

< ગીતશાસ્ત્ર 87 >