< ગીતશાસ્ત્ર 86 >
1 ૧ દાઉદની પ્રાર્થના. હે યહોવાહ, સાંભળીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું.
Lusambulu lu Davidi. Wa, a Yave, ayi wuphani mvutu bila ndidi nkua kiadi ayi ndidi nsukami.
2 ૨ મારું રક્ષણ કરો, કેમ કે હું વફાદાર છું; હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો.
Keba luzingu luama bila ndikiyekula kuidi ngeyo. Ngeyo Nzambi ama, vukisa kisadi kiaku kikusilanga diana.
3 ૩ હે પ્રભુ, મારા પર દયા કરો, કારણ કે આખો દિવસ હું તમને અરજ કરું છું.
Bika wumbona kiadi, a Yave, Bila ngeyo ndieti tela mu lumbu kimvimba.
4 ૪ તમારા સેવકને આનંદ આપો, કેમ કે, હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું.
Nata khini kuidi kisadi kiaku. Bila kuidi ngeyo, a Yave ndieti vumuna muelꞌama.
5 ૫ હે પ્રભુ, તમે ઉત્તમ અને ક્ષમા કરનાર છો અને સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે ઘણા કૃપાળુ છો.
Ngeyo widi wumboti ayi weti lemvukilanga; ayi widi wufuluka mu mamboti kuidi bobo beti kutela.
6 ૬ હે યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો; મારી વિનંતી સાંભળો.
Wa lusambulu luama, a Yave; wa bumboti yamikina kuama mu diambu di kiadi.
7 ૭ મારા સંકટના સમયે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો.
Mu lumbu ki ziphasi ziama ngeyo ndiela tela, bila ngeyo wela kuphana mvutu.
8 ૮ હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી. તમારા જેવા પરાક્રમો કોઈનાં નથી.
A Va khatitsika zinzambi, kuisi ko yoyi yidedikini banga ngeyo, a Yave ayi kuisi ko mavanga madedakani banga maku.
9 ૯ હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.
Makanda moso momo wuvanga mela kuiza ayi mela buongama va ntualꞌaku, a Yave, ayi mela nata nkembo kuidi dizina diaku.
10 ૧૦ કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.
Bila ngeyo widi wunneni ayi ngeyo wumvanganga mavanga matsiminanga; ngeyo kaka Nzambi.
11 ૧૧ હે યહોવાહ, તમે તમારા માર્ગ શીખવો. પછી હું તમારા સત્ય માર્ગ પર ચાલીશ. તમારો આદર કરવાને મારા હૃદયને એકાગ્ર કરો.
Wundongi nzilꞌaku, a Yave ayi ndiela diatila mu bukiedika buaku; bika wuphana ntima wukambu vasuka muingi ndikinzikanga dizina diaku.
12 ૧૨ હે પ્રભુ, મારા ઈશ્વર, મારા પૂરા હૃદયથી હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
Ndiela kuzitisa, a Yave Nzambi ama, mu ntimꞌama wumvimba ayi ndiela kembisanga dizina diaku mu zithangu zioso.
13 ૧૩ કારણ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે; તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે. (Sheol )
Bila luzolo luaku luidi lunneni kuidi minu ngeyo wukhula mu zithipula zi tsi bafua. (Sheol )
14 ૧૪ હે ઈશ્વર, ઘમંડી માણસો મારી સામા ઊઠ્યા છે. અને ક્રૂર માણસો મારો સંહાર કરવા માટે મારી પાછળ પડ્યા છે. તેઓ તમારું સન્માન કરતા નથી.
Batu baluniemo balembo nduanisa, a Nzambi; ayi nkangu wu batu ba makhemi balembo tombi luzingu luama; batu bakambulu thalu mu ngeyo.
15 ૧૫ પણ, હે પ્રભુ, તમે તો દયાથી તથા કરુણાથી ભરપૂર, ક્રોધ કરવામાં ધીમા અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ, એવા ઈશ્વર છો.
Vayi ngeyo, a Yave, weti mona kiadi; yimonisanga nlemvo, wuvika fuemanga ko; fulukidi mu luzolo ayi mu kikhuikizi.
16 ૧૬ મારી તરફ ફરો અને મારા પર દયા કરો; તમારા આ દાસને તમારું સામર્થ્ય આપો; તમારી દાસીના દીકરાને બચાવો.
Baluka kuidi minu ayi wumboni kiadi; vana zingolo ziaku kuidi kisadi kiaku ayi vukisa muana kisadi kiaku ki nketo.
17 ૧૭ તમારી ભલાઈનું ચિહ્ન મને આપો. પછી જેઓ મને ધિક્કારે છે તેઓ જોઈને શરમાઈ જશે કેમ કે, હે યહોવાહ, તમે મને મદદ કરી છે અને દિલાસો આપ્યો છે.
Bika wuphana dimbu ki mamboti maku muingi bambeni ziama zimona kiawu ayi bafua tsoni bila ngeyo Yave wutsadisidi ayi wumbombidi.