< ગીતશાસ્ત્ર 85 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવાહ, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે.
(Til Sangmesteren. Af Koras Sønner. En Salme.) Du var nådig, HERRE, imod dit land du vendte Jakobs Skæbne,
2 ૨ તમારા લોકોનાં પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાં બધાં પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે.
tog Skylden bort fra dit Folk og skjulte al deres Synd. (Sela)
3 ૩ તેથી હવે તમારા કોપનો; ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે.
Du lod al din Vrede fare, tvang din glødende Harme.
4 ૪ હે મારા ઈશ્વર, અમારા ઉદ્ધારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધિત ન થવું પડે.
Vend tilbage, vor Frelses Gud, hør op med din Uvilje mod os!
5 ૫ શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશો?
Vil du vredes på os for evigt, holde fast ved din Harme fra Slægt til Slægt?
6 ૬ શું તમે અમને ફરી પુનર્જીવિત નહિ કરો? ત્યારે તમારા લોકો તમારામાં આનંદ કરશે.
Vil du ikke skænke os Liv På ny, så dit Folk kan glæde sig i dig!
7 ૭ તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને યહોવાહ અમારો ઉદ્ધાર કરો.
Lad os skue din Miskundhed, HERRE, din Frelse give du os!
8 ૮ યહોવાહ ઈશ્વર જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળું છું, કેમ કે તે પોતાના લોકોની સાથે તથા તેમના વફાદાર અનુયાયીઓની સાથે શાંતિથી વર્તે. પરંતુ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
Jeg vil høre, hvad Gud HERREN taler! Visselig taler han Fred til sit Folk og til sine fromme og til dem, der vender deres Hjerte til ham;
9 ૯ જેઓ તેમનો ભય રાખે છે તેઓનો ઈશ્વર ઉદ્ધાર કરે છે; બહુ જલદી અમારી ભૂમિ પર અમે માનપૂર્વક રહીશું.
ja, nær er hans Frelse for dem, som frygter ham, snart skal Herlighed bo i vort Land;
10 ૧૦ કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે.
Miskundhed og Sandhed mødes, Retfærd og Fred skal kysse hinanden;
11 ૧૧ પૃથ્વીમાંથી સત્ય ઉપર ઊંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે.
af Jorden spirer Sandhed frem, fra Himlen skuer Retfærd ned.
12 ૧૨ હા, યહોવાહ સારા આશીર્વાદ આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે.
Derhos giver HERREN Lykke, sin Afgrøde giver vort Land;
13 ૧૩ તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલાં આપણે માટે માર્ગ તૈયાર કરે છે.
Retfærd vandrer foran ham og følger også hans Fjed.