< ગીતશાસ્ત્ર 83 >
1 ૧ ગાયન, આસાફનું ગીત. હે ઈશ્વર, તમે છાના ન રહો! હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.
Асафова псаломска песен. Боже, недей мълча; Не премълчавай, нито бивай безмълвен, Боже;
2 ૨ જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
Защото, ето, враговете Ти правят размирие, И ненавистниците Ти са издигнали глава.
3 ૩ તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
Коварен съвет правят против Твоите люде, И се наговарят против скритите Твои.
4 ૪ તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ. જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”
Рекох: Елате да ги изтребим, за да не са народ, И да се не споменава вече името на Израиля.
5 ૫ તેઓએ એકસાથે મસલત કરી છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
Защото единодушно се съгласиха заедно, Направиха съюз против Тебе,
6 ૬ તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
Шатрите на Едом и исмаилите; Моав и агаряните.
7 ૭ ગબાલ, આમ્મોન, અમાલેક; તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
Гевал, Амон и Амалик, Филистимците с тирските жители;
8 ૮ તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; તેઓએ લોતના વંશજોને સહાય કરી છે. (સેલાહ)
Още и Асирия се съедини с тях, Станаха помощници на Лотовите потомци. (Села)
9 ૯ તમે જે મિદ્યાન સાથે કર્યું, જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
Стори им като на мадиамците, Като на Сисара, като на Якова при потока Кисон,
10 ૧૦ એન-દોરમાં તેઓ નાશ પામ્યા અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
Които загинаха в Ендор, Ставайки тор на земята.
11 ૧૧ તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.
Направи благородните им като Орива и Зива, Дори всичките им първенци като Зевея и Салмана,
12 ૧૨ તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”
Които рекоха: Да усвоим за себе си Божиите заселища.
13 ૧૩ હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
Боже мой, направи ги като въртящия се прах, Като плява пред вятъра.
14 ૧૪ જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
Както огънят изгаря лесовете, И както пламъкът запалва горите.
15 ૧૫ તમારા વંટોળિયાઓથી અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.
Така ги прогони с урагана Си, И смути ги с бурята Си.
16 ૧૬ બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.
Покрий лицата им с позор, За да потърсят Твоето име, Господи.
17 ૧૭ તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
Нека се посрамят и ужасят за винаги, Да! нека се смутят и погинат,
18 ૧૮ જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો, તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.
За да познаят, че Ти, Чието име е Иеова, Един си Всевишен над цялата земя.