< ગીતશાસ્ત્ર 82 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત). ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.
מזמור לאסף אלהים נצב בעדת אל בקרב אלהים ישפט׃
2 તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? (સેલાહ)
עד מתי תשפטו עול ופני רשעים תשאו סלה׃
3 ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ: ખિત અને લાચારને ઇનસાફ આપો.
שפטו דל ויתום עני ורש הצדיקו׃
4 ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
פלטו דל ואביון מיד רשעים הצילו׃
5 તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
לא ידעו ולא יבינו בחשכה יתהלכו ימוטו כל מוסדי ארץ׃
6 મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
אני אמרתי אלהים אתם ובני עליון כלכם׃
7 તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
אכן כאדם תמותון וכאחד השרים תפלו׃
8 હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
קומה אלהים שפטה הארץ כי אתה תנחל בכל הגוים׃

< ગીતશાસ્ત્ર 82 >