< ગીતશાસ્ત્ર 82 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત). ઈશ્વર પવિત્ર સભામાં ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.
God stands in the congregation of God. He judges among the gods.
2 ૨ તમે ક્યાં સુધી ગેરઇનસાફ કરશો? અને ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો? (સેલાહ)
How long will ye judge unjustly, and respect the persons of the wicked? (Selah)
3 ૩ ગરીબ તથા અનાથનો ન્યાય કરો; દુ: ખિત અને લાચારને ઇનસાફ આપો.
Judge the poor man and the orphan. Do justice to the afflicted and destitute man.
4 ૪ ગરીબ તથા જરૂરિયાતમંદોને છોડાવો; તેઓને દુષ્ટોની પકડમાંથી મુક્ત કરો.
Rescue the poor and needy man. Deliver from the hand of the wicked man.
5 ૫ તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ભટકતા ફરે છે; પૃથ્વીના તમામ પાયા હાલી ઊઠ્યા છે.
They know not, nor do they understand. They walk to and fro in darkness. All the foundations of the earth are shaken.
6 ૬ મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
I said, Ye are gods, and all of you sons of the Most High.
7 ૭ તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
Nevertheless ye shall die like men, and fall like one of the rulers.
8 ૮ હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.
Arise, O God, judge the earth, for thou shall inherit all the nations.