< ગીતશાસ્ત્ર 81 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત). ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
Для дириґента хору. На ґітійськім знарядді. Аса́фів. Співайте Богові, нашій тверди́ні, покли́куйте Богові Якова,
2 ૨ ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
заспівайте пісню, і заграйте на бу́бні, на ци́трі приємній із гу́слами,
3 ૩ ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.
засурмі́ть у сурму́ в новомі́сяччя, на по́вні в день нашого свята,
4 ૪ કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
бо це право Ізраїлеві, Зако́н Бога Якова!
5 ૫ જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,
На сві́дчення в Йо́сипі Він учинив його, як пішов був на землю єгипетську. Почув був там мову, якої не знав:
6 ૬ “મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
„Раме́на його Я звільнив з тягару́, від коша́ його ру́ки звільнились.
7 ૭ સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. (સેલાહ)
Ти був кликав у недолі, — й я ви́дер тебе, Я відповідаю тобі в укритті громові́м, Я ви́пробував був тебе над водою Мери́ви. (Се́ла)
8 ૮ હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
Слухай же ти, Мій наро́де, і хай Я засві́дчу тобі, о Ізраїлю, — коли б ти послухав Мене:
9 ૯ તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.
нехай бога чужого у тебе не буде, і не кланяйся богу сторонньому!
10 ૧૦ તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.
Я — Господь, Бог твій, що з кра́ю єгипетського тебе вивів, відчини свої уста — і Я їх напо́вню!
11 ૧૧ પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.
Але́ Мій народ не послухався був Мого голосу, не згодився зо Мною Ізра́їль, —
12 ૧૨ તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.
і Я їх пустив ради впе́ртости їхнього серця, — нехай вони йдуть за своїми пора́дами!
13 ૧૩ મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!
Коли б Мій наро́д був послухав Мене, коли б був Ізраїль ходив по доро́гах Моїх,
14 ૧૪ તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.
ще мало — і Я похили́в би був їхніх ворогів, і руку Свою поверну́в би був Я на проти́вників їхніх!
15 ૧૫ જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.
Ненави́сники Господа йому б покори́лись, — і був би навіки їхній час,
16 ૧૬ હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”
і Я жи́ром пшениці його годува́в би, і медом із скелі тебе б насища́в!“