< ગીતશાસ્ત્ર 81 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. આસાફનું (ગીત). ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ; યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
Zborovođi. Po napjevu “Tijesci”. Asafov. Kliknite Bogu, našoj jakosti, kličite Bogu Jakovljevu!
2 ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
Nek' zazvuče žice, nek' se čuje bubanj, svirajte u milozvučnu harfu s citarom!
3 ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.
Zatrubite u rog za mlađaka, za uštapa, na svetkovinu našu!
4 કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે, તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
Jer to je propis Izraelu, zapovijed Boga Jakovljeva.
5 જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી; હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,
Takav je zakon dao Josipu kad je izlazio iz zemlje Egipta.
6 “મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો; તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
Šapat tajnovit čuh: “Oslobodih od tereta rame njegovo, ruke su mu slobodne od košare.
7 સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો. મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી. (સેલાહ)
U tjeskobi si zavapio i ja te izbavih; iz gromovna oblaka odgovorih tebi, iskušah te kod voda meripskih.
8 હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે, હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
Slušaj, puče moj, i ja ću te opomenuti: o, da me poslušaš, Izraele!
9 તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ; તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.
Nek' ne bude u tebe drugog boga i ne klanjaj se bogu tuđem!
10 ૧૦ તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવાહ હું છું. તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.
Ja sam Jahve, Bog tvoj koji te izvedoh iz Egipta: otvori svoja usta da ih napunim!”
11 ૧૧ પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ; ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.
“Ali moj narod ne slušaše glasa moga, Izrael me ne posluša.
12 ૧૨ તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.
Zato ga pustih okorjelom srcu njegovu: neka hodi kako mu se hoće!
13 ૧૩ મારા લોકો મારું સાંભળે અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!
O, kad bi me narod moj slušao, kad bi Izrael putovima mojim hodio,
14 ૧૪ તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.
brzo bih pokorio dušmane njegove, ruku bih svoju okrenuo na protivnike njegove.
15 ૧૫ જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે! તેઓનું અપમાન સદાને માટે રહેશે.
Oni što ga sada mrze dodvarali bi mu se i njihov bi udes bio zapečaćen zauvijek.
16 ૧૬ હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ; ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”
A svoj narod hranio bih pšenicom najboljom i sitio ga medom iz pećine.

< ગીતશાસ્ત્ર 81 >