< ગીતશાસ્ત્ર 8 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
Nkosi, Nkosi yethu, lilenkazimulo kangakanani ibizo lakho emhlabeni wonke! Omise ubukhosi bakho ngaphezu kwamazulu.
2 ૨ તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
Emlonyeni wezingane lowabamunyayo umisile amandla ngenxa yezitha zakho, ukuze uthulise isitha lomphindiseli.
3 ૩ આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
Lapho ngikhangela amazulu akho, umsebenzi weminwe yakho, inyanga lenkanyezi owazimisayo,
4 ૪ ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
uyini umuntu ukuthi umkhumbule, lendodana yomuntu ukuthi uyihambele?
5 ૫ કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.
Kanti wamenza waba ngaphansi kancinyane kulengilosi, wamethwesa umqhele wobukhosi lodumo.
6 ૬ તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
Wamenza wabusa phezu kwemisebenzi yezandla zakho, konke wakubeka ngaphansi kwenyawo zakhe,
7 ૭ સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,
izimvu lenkabi zonke, kanye lezinyamazana zeganga,
8 ૮ આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
inyoni zamazulu, lezinhlanzi zolwandle, okudlula ezindleleni zenlwandle.
9 ૯ હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
Nkosi, Nkosi yethu, lilenkazimulo kangakani ibizo lakho emhlabeni wonke!