< ગીતશાસ્ત્ર 8 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તીથ. દાઉદનું ગીત. હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વી પર તમારું નામ કેવું ભવ્ય છે! તમે આકાશમાં પોતાનો મહિમા મૂક્યો છે.
לַמְנַצֵּ֥חַ עַֽל־הַגִּתִּ֗ית מִזְמ֥וֹר לְדָוִֽד׃ יְהוָ֤ה אֲדֹנֵ֗ינוּ מָֽה־אַדִּ֣יר שִׁ֭מְךָ בְּכָל־הָאָ֑רֶץ אֲשֶׁ֥ר תְּנָ֥ה ה֝וֹדְךָ֗ עַל־הַשָּׁמָֽיִם׃
2 તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.
מִפִּ֤י עֽוֹלְלִ֨ים ׀ וְֽיֹנְקִים֮ יִסַּ֪דְתָּ֫ עֹ֥ז לְמַ֥עַן צוֹרְרֶ֑יךָ לְהַשְׁבִּ֥ית א֝וֹיֵ֗ב וּמִתְנַקֵּֽם׃
3 આકાશો, જે તમારા હાથનાં કૃત્યો છે, ચંદ્ર તથા તારાઓ, જેઓને તમે ઠરાવ્યા છે, તેઓ વિષે હું જ્યારે વિચાર કરું છું,
כִּֽי־אֶרְאֶ֣ה שָׁ֭מֶיךָ מַעֲשֵׂ֣י אֶצְבְּעֹתֶ֑יךָ יָרֵ֥חַ וְ֝כוֹכָבִ֗ים אֲשֶׁ֣ר כּוֹנָֽנְתָּה׃
4 ત્યારે હું કહું છું કે, માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?
מָֽה־אֱנ֥וֹשׁ כִּֽי־תִזְכְּרֶ֑נּוּ וּבֶן־אָ֝דָ֗ם כִּ֣י תִפְקְדֶֽנּוּ׃
5 કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે.
וַתְּחַסְּרֵ֣הוּ מְּ֭עַט מֵאֱלֹהִ֑ים וְכָב֖וֹד וְהָדָ֣ר תְּעַטְּרֵֽהוּ׃
6 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે:
תַּ֭מְשִׁילֵהוּ בְּמַעֲשֵׂ֣י יָדֶ֑יךָ כֹּ֝ל שַׁ֣תָּה תַֽחַת־רַגְלָֽיו׃
7 સર્વ ઘેટાં અને બળદો અને વન્ય પશુઓ,
צֹנֶ֣ה וַאֲלָפִ֣ים כֻּלָּ֑ם וְ֝גַ֗ם בַּהֲמ֥וֹת שָׂדָֽי׃
8 આકાશના પક્ષીઓ તથા સમુદ્રનાં માછલાં, હા, સમુદ્રના રસ્તામાંથી જે પસાર થાય છે તે બધું તમે તેની સત્તા નીચે મૂક્યું છે.
צִפּ֣וֹר שָׁ֭מַיִם וּדְגֵ֣י הַיָּ֑ם עֹ֝בֵ֗ר אָרְח֥וֹת יַמִּֽים׃
9 હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તમારું નામ કેવું ભવ્ય છે!
יְהוָ֥ה אֲדֹנֵ֑ינוּ מָֽה־אַדִּ֥יר שִׁ֝מְךָ֗ בְּכָל־הָאָֽרֶץ׃

< ગીતશાસ્ત્ર 8 >