< ગીતશાસ્ત્ર 79 >
1 ૧ આસાફનું ગીત. હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે; તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે; તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.
Nkunga Asafi. A Nzambi! Makanda mabulumukini kuika kiaku, Masumuna nzoꞌaku yinlongo, makitula Yelusalemi kunza ki matadi.
2 ૨ તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે.
Bavana zinitu zifua zi bisadi biaku banga bidia kuidi zinuni zi diyilu minsuni mi banlongo baku kuidi bibulu bi ntoto;
3 ૩ તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે અને તેઓને દફનાવનાર કોઈ નથી.
Batengudi menga banga nlangu mu yendila Yelusalemi ayi kusia monika ko mutu mu zika.
4 ૪ અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ, જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.
Tuyikidi bila ki lusembo kuidi bafikimini yeto; mvuezolo ayi kisekonono kuidi bobo batuzungididi.
5 ૫ હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો? શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?
Nate thangu mbi, a Yave? Wela fueminanga mu zithangu zioso e? Nate thangu mbi kiphala kiaku kiela leminanga banga mbazu e?
6 ૬ જે વિદેશીઓ તમને જાણતા નથી અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.
Dukula miangu miaku kuidi makanda momo masia kuzaba ko, kuidi bipfumu biobi kabi telanga ko dizina diaku.
7 ૭ કારણ કે તેઓ યાકૂબને ગળી ગયા છે અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે.
Bila bameni dia Yakobi, ayi bamana tiolumuna tsi andi yikabutukila.
8 ૮ અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ; અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ, કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ.
Kadi kututangila masumu ma bakulu! Bika kiadi kiaku kiza nsualu kuidi beto bila tueka mu mabienga makambulu diana.
9 ૯ હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો; તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.
Wutusadila, a Nzambi Mvulusi eto mu diambu di nkembo wu dizina diaku! Wutukuidi ayi wutulemvukila masumu meto mu diambu di dizina diaku!
10 ૧૦ વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “તેઓના ઈશ્વર ક્યાં છે?” અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા લોહીનો બદલો વિદેશીઓને આપો.
Bila mbi makanda meti tubila: “Kuevi kuidi Nzambi e?” va ntuala meso meto, zabikisa va khatitsika makanda ti ngeyo weti vutula landi mu menga matenguka ma bisadi biaku,
11 ૧૧ બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો; જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો.
Bika kunga ku batu badi mu nloko kutula va ntualꞌaku. Mu zingolo zi koko kuaku, tanina bobo bazengolo nkanu wu lufua.
12 ૧૨ હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે, તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો.
Vutudila mu zikhumbu tsambuadi bifingu bi bobo batufikimini; tsembolo yoyi bawobudila ngeyo Yave.
13 ૧૩ જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું. પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.
Buna beto batu baku, nkangu aku wu mamemi weti dikila; tuela kuzitisa mu zithangu zioso; mu tsungi ka tsungi, tuela yolukila minzitusu miaku.