< ગીતશાસ્ત્ર 77 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; યદૂથૂનની રીત પ્રમાણે રચેલું. આસાફનું ગીત. હું ઈશ્વરની આગળ મારી વાણી પોકારીશ; હું મારી વાણીથી ઈશ્વરને પોકારીશ અને ઈશ્વર મારું સાંભળશે.
Asaf dwom. Misu mefrɛɛ Onyankopɔn srɛɛ mmoa; misu mefrɛɛ no sɛ ontie me.
2 ૨ મારા સંકટના દિવસે મેં પ્રભુને પોકાર્યા. મેં તેમની તરફ મારા હાથ ઊંચા રાખીને આખી રાત પ્રાર્થના કરી; મારા આત્માએ દિલાસો સ્વીકારવાની ના પાડી.
Bere a mewɔ ahohiahia mu no, mehwehwɛɛ Awurade; metrɛw me nsa a ɛmpa abaw mu anadwo na me kra ampene sɛ wɔbɛkyekye ne werɛ.
3 ૩ હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું. (સેલાહ)
Onyankopɔn mekaee wo, na misii apini; medwenee, na me honhom tɔɔ beraw.
4 ૪ તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો.
Woamma mʼani ankum; amanehunu dodow nti, mantumi ankasa.
5 ૫ હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.
Medwenee nna a atwam no ho, teteete mfe no ho;
6 ૬ રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે. હું ઘણી ગંભીરતાથી વિચારું છું.
mekaee me nnwom a na meto no anadwo. Me koma dwenee ho na me honhom bisae se:
7 ૭ શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
“Enti, Awurade bɛpo yɛn daa? Ɔrenhu yɛn mmɔbɔ bio ana?
8 ૮ શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
Nʼadɔe a ɛnsa da atu ayera koraa ana? Na ne bɔhyɛ no, amma mu koraa ana?
9 ૯ અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? (સેલાહ)
Onyankopɔn werɛ afi sɛ ɔbɛyɛ mmɔborɔhunufo ana? Ɔde abufuw atwe nʼayamhyehye no asan ana?”
10 ૧૦ મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”
Afei misusuwii se, “Eyi de, mɛsrɛ: mfe a Ɔsorosoroni no teɛɛ ne nsa nifa mu no.”
11 ૧૧ પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ.
Mɛkae nneɛma a Awurade ayɛ; yiw, mɛkae wo tete anwonwade no.
12 ૧૨ હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
Mɛdwene wo nnwuma nyinaa ho na masusuw wo nneyɛe akɛse nyinaa ho.
13 ૧૩ હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
Onyankopɔn, wʼakwan yɛ kronkron. Onyame bɛn na ɔso sɛ yɛn Nyankopɔn?
14 ૧૪ તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
Wone Onyankopɔn a woyɛ anwonwade; wokyerɛ wo tumi wɔ aman mu.
15 ૧૫ તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
Wode wo tumi nsa no gyee wo nkurɔfo, Yakob ne Yosef asefo no.
16 ૧૬ હે ઈશ્વર, સાગરો તમને જોયા; સાગરો તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.
Onyankopɔn, nsu no huu wo, nsu no huu wo na wɔpopoe; bun no mpo ho wosowee.
17 ૧૭ વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.
Omununkum tɔɔ nsu, aprannaa gyigyee wɔ ɔsoro; na wo bɛmma paa gya dii akɔneaba.
18 ૧૮ તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.
Wʼaprannaa bobɔɔ mu wɔ mfɛtɛ no mu, wʼanyinam hyerɛn wiase; asase popoe, na ɛwosowee.
19 ૧૯ તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.
Wode wo kwan faa po mu, wode faa nsu kɛse mu, nanso wɔanhu wʼanammɔn.
20 ૨૦ તમે મૂસા તથા હારુનની મારફતે તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા.
Wonam Mose ne Aaron abasa so, dii wo nkurɔfo anim sɛ nguankuw.