< ગીતશાસ્ત્ર 76 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન. યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
2 ૨ તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
3 ૩ ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)
4 ૪ સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
5 ૫ જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
6 ૬ હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
7 ૭ તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
8 ૮ તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.
9 ૯ હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. (સેલાહ)
10 ૧૦ નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.
11 ૧૧ તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
12 ૧૨ તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.