< ગીતશાસ્ત્ર 76 >

1 મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન. યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
למנצח בנגינת מזמור לאסף שיר נודע ביהודה אלהים בישראל גדול שמו׃
2 તેમનો મંડપ સાલેમમાં છે અને તેમનું નિવાસસ્થાન સિયોનમાં છે.
ויהי בשלם סכו ומעונתו בציון׃
3 ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં, ઢાલ, તલવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)
שמה שבר רשפי קשת מגן וחרב ומלחמה סלה׃
4 સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન તથા ઉત્તમ છો.
נאור אתה אדיר מהררי טרף׃
5 જેઓ શૂરવીર છે, તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે. સર્વ લડવૈયાઓ અસહાય થઈ ગયા છે.
אשתוללו אבירי לב נמו שנתם ולא מצאו כל אנשי חיל ידיהם׃
6 હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ અને ઘોડા બન્ને ભરનિદ્રામાં પડ્યા છે.
מגערתך אלהי יעקב נרדם ורכב וסוס׃
7 તમે, હા, તમે ભયાવહ છો; જ્યારે તમે કોપાયમાન થાઓ, ત્યારે તમારી સામે કોણ ઊભું રહી શકે?
אתה נורא אתה ומי יעמד לפניך מאז אפך׃
8 તમે આકાશમાંથી ન્યાય ચુકાદો ફરમાવ્યો, ધરતી ભયભીત બનીને શાંત થઈ ગઈ.
משמים השמעת דין ארץ יראה ושקטה׃
9 હે ઈશ્વર, તમે ન્યાય કરવા માટે અને પૃથ્વીના સર્વ ગરીબોને બચાવવાને માટે ઊભા થયા છે. (સેલાહ)
בקום למשפט אלהים להושיע כל ענוי ארץ סלה׃
10 ૧૦ નિશ્ચે માણસનો કોપ તમારું સ્તવન કરશે. બાકી રહેલો તેનો કોપ તમે તમારી કમરે બાંધશો.
כי חמת אדם תודך שארית חמת תחגר׃
11 ૧૧ તમે તમારા ઈશ્વર યહોવાહની પ્રતિજ્ઞાઓ લઈને પૂરી કરો. તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
נדרו ושלמו ליהוה אלהיכם כל סביביו יובילו שי למורא׃
12 ૧૨ તે રાજકુમારોનું અભિમાન ઉતારશે; પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.
יבצר רוח נגידים נורא למלכי ארץ׃

< ગીતશાસ્ત્ર 76 >