< ગીતશાસ્ત્ર 75 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
Müzik şefi için - “Yok Etme” makamında - Asaf'ın mezmuru - İlahi Sana şükrederiz, ey Tanrı, Şükrederiz, çünkü sen yakınsın, Harikaların bunu gösterir.
2 ૨ પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
“Belirlediğim zaman gelince, Doğrulukla yargılayacağım” diyor Tanrı,
3 ૩ જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. (સેલાહ)
“Yeryüzü altüst olunca üzerindekilerle, Ben pekiştireceğim onun direklerini. (Sela)
4 ૪ મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
Övünenlere, ‘Övünmeyin artık!’ dedim; Kötülere, ‘Kaldırmayın başınızı!
5 ૫ તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
Kaldırmayın başınızı! Tepeden konuşmayın!’”
6 ૬ ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
Çünkü ne doğudan, ne batıdan, Ne de çöldeki dağlardan doğar yargı.
7 ૭ પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
Yargıç ancak Tanrı'dır, Birini alçaltır, birini yükseltir.
8 ૮ કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
RAB elinde dolu bir kâse tutuyor, Köpüklü, baharat karıştırılmış şarap döküyor; Yeryüzünün bütün kötüleri Tortusuna dek yalayıp onu içiyor.
9 ૯ પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
Bense sürekli duyuracağım bunu, Yakup'un Tanrısı'nı ilahilerle öveceğim:
10 ૧૦ તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”
“Kıracağım kötülerin bütün gücünü, Doğruların gücüyse yükseltilecek.”