< ગીતશાસ્ત્ર 75 >

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ આલ-તાશ્ખેથ આસાફનું ગીત; ગાયન હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.
למנצח אל-תשחת מזמור לאסף שיר ב הודינו לך אלהים--הודינו וקרוב שמך ספרו נפלאותיך
2 પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.
כי אקח מועד אני מישרים אשפט
3 જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. (સેલાહ)
נמגים ארץ וכל-ישביה אנכי תכנתי עמודיה סלה
4 મેં ઘમંડીઓને કહ્યું, “અભિમાન કરશો નહિ” અને દુષ્ટોને કહ્યું, “શિંગ ઉઠાવશો નહિ.
אמרתי להוללים אל-תהלו ולרשעים אל-תרימו קרן
5 તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો.”
אל-תרימו למרום קרנכם תדברו בצואר עתק
6 ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.
כי לא ממוצא וממערב ולא ממדבר הרים
7 પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.
כי-אלהים שפט זה ישפיל וזה ירים
8 કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.
כי כוס ביד-יהוה ויין חמר מלא מסך-- ויגר מזה אך-שמריה ימצו ישתו כל רשעי-ארץ
9 પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.
ואני אגיד לעלם אזמרה לאלהי יעקב
10 ૧૦ તે કહે છે કે, “હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.”
וכל-קרני רשעים אגדע תרוממנה קרנות צדיק

< ગીતશાસ્ત્ર 75 >