< ગીતશાસ્ત્ર 74 >
1 ૧ આસાફનું માસ્કીલ. હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?
En læresalme av Asaf. Hvorfor, Gud, har du forkastet oss for evig tid? Hvorfor ryker din vrede mot den hjord du før?
2 ૨ પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા, જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો; અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો.
Kom i hu din menighet, som du vant din i fordums tid, som du gjenløste til å være din arvs stamme, Sions berg, hvor du tok bolig!
3 ૩ આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.
Opløft dine trin til de evige grushoper! Alt har fienden fordervet i helligdommen.
4 ૪ તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.
Dine motstandere har brølt midt i ditt forsamlingshus; de har satt sine egne tegn op til tegn.
5 ૫ જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા.
Det var et syn som når økser løftes i tykke skogen.
6 ૬ તેઓ કુહાડી તથા હથોડાથી તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે.
Og nu, alt det som fantes av billedverk, det slo de sønder med øks og hammer.
7 ૭ તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; તેઓએ તમારું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે.
De har satt ild på din helligdom; like til grunnen har de vanhelliget ditt navns bolig.
8 ૮ તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, “આપણે તે સર્વનો નાશ કરીશું.” તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે.
De har sagt i sitt hjerte: Vi vil ødelegge dem alle tilsammen! De har opbrent alle Guds forsamlingshus i landet.
9 ૯ અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી; ત્યાં કોઈ પ્રબોધક નથી અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી.
Våre egne tegn ser vi ikke; det er ikke nogen profet mere, ikke nogen hos oss som vet hvor lenge det skal vare.
10 ૧૦ હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?
Hvor lenge, Gud, skal motstanderen håne, fienden forakte ditt navn evindelig?
11 ૧૧ તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.
Hvorfor drar du din hånd, din høire hånd tilbake? Ta den ut av din barm og ødelegg!
12 ૧૨ તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.
Gud er dog min konge fra fordums tid, han som skaper frelse på den vide jord.
13 ૧૩ તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહા અજગરનો માથાં ફોડી નાખ્યાં.
Du er den som skilte havet med din styrke, knuste dragenes hoder på vannene.
14 ૧૪ તમે મહા મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.
Du sønderslo Leviatans hoder, du gav den til føde for ørkenens folk.
15 ૧૫ ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.
Du lot kilde og bekk bryte frem, du uttørket evige strømmer.
16 ૧૬ દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.
Dig hører dagen til, dig også natten; du har skapt himmellysene og solen.
17 ૧૭ તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.
Du har fastsatt alle jordens grenser; sommer og vinter - du har dannet dem.
18 ૧૮ હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો.
Kom dette i hu: Fienden har hånet Herren, og et dårlig folk har foraktet ditt navn!
19 ૧૯ તમારા કબૂતરનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ.
Overgi ikke din turteldue til den mordlystne skare, glem ikke dine elendiges skare evindelig!
20 ૨૦ તમે કરેલા કરારનું સ્મરણ કરો, કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.
Se til pakten! For landets mørke steder er fulle av volds boliger.
21 ૨૧ દુ: ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.
La ikke den undertrykte vende tilbake med skam, la den elendige og fattige love ditt navn!
22 ૨૨ હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો; મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો.
Reis dig, Gud, før din sak, kom i hu at du blir hånet av dåren hele dagen!
23 ૨૩ તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ.
Glem ikke dine fienders røst, dine motstanderes bulder, som stiger op all tid!