< ગીતશાસ્ત્ર 73 >
1 ૧ ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.
Asaf dwom. Ampa ara Onyankopɔn ye ma Israel, oye ma wɔn a wɔn koma mu tew.
2 ૨ પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.
Nanso me de, anka me nan reyɛ awatiri; anka merehwere me nnyinaso,
3 ૩ કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.
efisɛ mʼani beree ahantanfo bere a mihuu amumɔyɛfo yiyedi no.
4 ૪ કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી, પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.
Wonni aperepere; na wɔwɔ ahoɔden ne apɔwmuden.
5 ૫ તેઓના પર માનવજાતનાં દુ: ખો આવતાં નથી; બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
Dadwen a ɛtaa ba nnipa so biara nna wɔn so; ɔdesani haw biara nna wɔn so.
6 ૬ તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.
Enti ahantan yɛ wɔn kɔnmuade, na wofura akakabensɛm.
7 ૭ તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે.
Wɔn koma a apirim no mu na nnebɔne fi; na wɔn amumɔyɛ adwene nni awiei.
8 ૮ તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે.
Wɔserew afoforo na wɔka wɔn ho nsɛm a enye; wɔde nhyɛso hunahuna afoforo wɔ ahomaso mu.
9 ૯ તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.
Wɔn ano ka ɔsoro nsɛm, na wɔn tɛkrɛma agye asase afa.
10 ૧૦ એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે.
Ɛno nti wɔn nkurɔfo kɔ wɔn nkyɛn na wonya nsu nom ma ebu so.
11 ૧૧ તેઓ પૂછે છે કે, “ઈશ્વર કેવી રીતે જાણે છે? શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?”
Wobisa se, “Ɛbɛyɛ dɛn na Onyankopɔn ahu? Na Ɔsorosoroni no wɔ nhumu ana?”
12 ૧૨ જુઓ, આ લોકો દુષ્ટ છે; હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.
Sɛɛ na amumɔyɛfo no te, hwee mfa wɔn ho, na wɔkɔ so pɛ ahonyade.
13 ૧૩ ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.
Ampa ara, mannya hwee amfi me komamtew mu; me nsa a enni fɔ no ayɛ ɔkwa.
14 ૧૪ કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.
Da mu nyinaa mihu amane; anɔpa biara wɔtwe mʼaso.
15 ૧૫ જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.
Sɛ mekae se, “Mɛkasa saa” a, anka midii wo mma no huammɔ.
16 ૧૬ તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, એ મારા માટે ખૂબ અઘરી હતી.
Mebɔɔ mmɔden sɛ mɛte eyinom nyinaa ase, nanso na ɛhyɛ me so
17 ૧૭ પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.
kosii sɛ mekɔɔ Onyankopɔn kronkronbea hɔ; ɛhɔ na metee nea awiei no ɛbɛba wɔn so no ase.
18 ૧૮ ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.
Ampa ara wode wɔn gu faako a hɔ yɛ toro wode wɔn hwe fam sɛe wɔn pasaa.
19 ૧૯ તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.
Sɛnea wɔsɛe prɛko pɛ, na ehu hwim wɔn kɔ no.
20 ૨૦ માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
Ɛte sɛ adaeso, bere a onipa anyan, Awurade, sɛ wokanyan wo ho a, wubebu wʼani agu wɔn so sɛ biribi a enni hɔ.
21 ૨૧ કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.
Bere a awerɛhow hyɛɛ me koma mu na me honhom dii yaw no,
22 ૨૨ હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.
meyɛɛ sɛ obi a onnim hwee na onni adwene; meyɛɛ sɛ aboa gyimfo wɔ wʼanim.
23 ૨૩ પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.
Nanso na me ne wo wɔ hɔ bere biara; na wode wo nsa nifa aso me mu.
24 ૨૪ તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
Wode wʼafotu kyerɛ me kwan; na akyiri no, wode me bɛkɔ anuonyam mu.
25 ૨૫ આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.
Hena na mewɔ wɔ ɔsoro ka wo ho? Na biribiara nni asase so a mepɛ ka wo ho.
26 ૨૬ મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.
Me honam, ne me koma bedi me huammɔ, nanso Onyankopɔn ne me koma ahoɔden ne me kyɛfa daa nyinaa.
27 ૨૭ જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.
Wɔn a wɔmmɛn wo no bɛyera. Wosɛe wɔn a wonni wo nokware nyinaa.
28 ૨૮ પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે. મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે. હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.
Nanso me de, minim sɛ eye sɛ wobɛbɛn Onyankopɔn. Mede Otumfo Awurade ayɛ me guankɔbea; mɛka wo nneyɛe nyinaa akyerɛ.