< ગીતશાસ્ત્ર 73 >

1 ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.
מזמור לאסף אך טוב לישראל אלהים-- לברי לבב
2 પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.
ואני--כמעט נטוי (נטיו) רגלי כאין שפכה (שפכו) אשרי
3 કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.
כי-קנאתי בהוללים שלום רשעים אראה
4 કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી, પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.
כי אין חרצבות למותם ובריא אולם
5 તેઓના પર માનવજાતનાં દુ: ખો આવતાં નથી; બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
בעמל אנוש אינמו ועם-אדם לא ינגעו
6 તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.
לכן ענקתמו גאוה יעטף-שית חמס למו
7 તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે.
יצא מחלב עינמו עברו משכיות לבב
8 તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે.
ימיקו וידברו ברע עשק ממרום ידברו
9 તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.
שתו בשמים פיהם ולשונם תהלך בארץ
10 ૧૦ એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે.
לכן ישיב (ישוב) עמו הלם ומי מלא ימצו למו
11 ૧૧ તેઓ પૂછે છે કે, “ઈશ્વર કેવી રીતે જાણે છે? શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?”
ואמרו איכה ידע-אל ויש דעה בעליון
12 ૧૨ જુઓ, આ લોકો દુષ્ટ છે; હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.
הנה-אלה רשעים ושלוי עולם השגו-חיל
13 ૧૩ ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.
אך-ריק זכיתי לבבי וארחץ בנקיון כפי
14 ૧૪ કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.
ואהי נגוע כל-היום ותוכחתי לבקרים
15 ૧૫ જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.
אם-אמרתי אספרה כמו הנה דור בניך בגדתי
16 ૧૬ તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, એ મારા માટે ખૂબ અઘરી હતી.
ואחשבה לדעת זאת עמל היא (הוא) בעיני
17 ૧૭ પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.
עד-אבוא אל-מקדשי-אל אבינה לאחריתם
18 ૧૮ ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.
אך בחלקות תשית למו הפלתם למשואות
19 ૧૯ તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.
איך היו לשמה כרגע ספו תמו מן-בלהות
20 ૨૦ માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
כחלום מהקיץ-- אדני בעיר צלמם תבזה
21 ૨૧ કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.
כי יתחמץ לבבי וכליותי אשתונן
22 ૨૨ હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.
ואני-בער ולא אדע בהמות הייתי עמך
23 ૨૩ પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.
ואני תמיד עמך אחזת ביד-ימיני
24 ૨૪ તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
בעצתך תנחני ואחר כבוד תקחני
25 ૨૫ આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.
מי-לי בשמים ועמך לא-חפצתי בארץ
26 ૨૬ મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.
כלה שארי ולבבי צור-לבבי וחלקי--אלהים לעולם
27 ૨૭ જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.
כי-הנה רחקיך יאבדו הצמתה כל-זונה ממך
28 ૨૮ પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે. મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે. હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.
ואני קרבת אלהים-- לי-טוב שתי באדני יהוה מחסי לספר כל-מלאכותיך

< ગીતશાસ્ત્ર 73 >