< ગીતશાસ્ત્ર 72 >
1 ૧ સુલેમાનનું (ગીત.) હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.
Salomo dwom. Ao, Onyankopɔn, fa wʼatɛntrenee dom ɔhene no, na fa wo trenee ma ɔhene babarima.
2 ૨ તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનસાફ કરશે.
Ɔde trenee bebu wo nkurɔfo atɛn, obebu wo nkurɔfo a wɔrehu amane no atɛntrenee.
3 ૩ પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
Mmepɔw no de yiyedi bɛbrɛ nnipa no, nkoko no de trenee bɛba.
4 ૪ તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
Ɔbɛko ama nnipa no mu amanehunufo na wagye wɔn a wonni bi mma nkwa; ɔbɛdwerɛw nhyɛsofo.
5 ૫ સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
Owia ne ɔsram da so wɔ hɔ yi wobesuro wo awo ntoatoaso nyinaa mu.
6 ૬ જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.
Ɔbɛyɛ sɛ osu a ɛtɔ gu asase a wɔadɔw so so, te sɛ obosu a egugu asase so.
7 ૭ તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.
Atreneefo benyin frɔmfrɔm wɔ ne bere so; yiyedi bebu so akosi da a ɔsram nni hɔ bio.
8 ૮ વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.
Obedi hene afi po akosi po, afi Asubɔnten Efrata akosi asase ano.
9 ૯ જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.
Sare so mmusua bɛkotow nʼanim na nʼatamfo adi mfutuma.
10 ૧૦ તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.
Tarsis ne mpoano ahemfo a wɔwɔ akyirikyiri de sonkahiri bɛbrɛ no; Saba ne Seba ahemfo de ayɛyɛde bɛbrɛ no.
11 ૧૧ સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.
Ahemfo nyinaa bɛkotow no, amanaman nyinaa bɛsom no.
12 ૧૨ કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.
Na obegye mmɔborɔfo a wosu frɛ no, ne amanehunufo a wonni ɔboafo.
13 ૧૩ તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.
Obehu wɔn a wɔayɛ mmrɛw ne ahiafo mmɔbɔ na wagye ahiafo nkwa.
14 ૧૪ તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.
Obegye wɔn afi nhyɛso ne akakabensɛm ase, efisɛ wɔn mogya som bo wɔ nʼanim.
15 ૧૫ રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે.
Ɔhene nkwa so! ma wɔmfa sikakɔkɔɔ mfi Seba mmrɛ no. Ma nnipa mmɔ mpae mma no na wonhyira no da mu nyinaa.
16 ૧૬ દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.
Aburow mmu so wɔ asase no so nyinaa; nnuan mmu so wɔ nkoko so, ma nʼaba mmɔ sɛ Lebanon; na enyin sɛ mfuw so sare.
17 ૧૭ રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.
Ne din bɛtena hɔ daa; ɛntena hɔ nkyɛ sɛ owia. Wɔbɛfa no so ahyira amanaman no, na wɔbɛfrɛ no nhyira.
18 ૧૮ યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.
Nhyira nka Awurade Nyankopɔn, Israel Nyankopɔn! Ɔno nko ara na ɔyɛ anwonwade.
19 ૧૯ સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.
Nhyira nka ne din a anuonyam ahyɛ no ma no daa daa. Ma nʼanuonyam nhyɛ wiase nyinaa ma.
20 ૨૦ યિશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.
Yisai ba Dawid mpaebɔ no awiei ni.