< ગીતશાસ્ત્ર 71 >
1 ૧ હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે; મને કદી આબરુહીન થવા દેશો નહિ.
Awurade, wo mu na maguan ahintaw; mma mʼanim ngu ase da.
2 ૨ તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો; મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો.
Wo trenee no nti, yi me na gye me; tie me na gye me nkwa.
3 ૩ જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ; તમે મને બચાવવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.
Yɛ me nkwagye botan, faako a metumi akɔ daa; hyɛ ma wommegye me nkwa, na wone me botan ne mʼabandennen.
4 ૪ હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.
Me Nyankopɔn, gye me fi amumɔyɛfo nsam, gye me fi nnebɔneyɛfo ne atirimɔdenfo nsam.
5 ૫ હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો. મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે.
Na woayɛ mʼanidaso, Asafo Awurade, mʼahotoso fi me mmabun bere mu.
6 ૬ હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો; મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; હું હંમેશા તમારી સ્તુતિ કરીશ.
Mede me ho ato wo so fi awo mu; wo na wuyii me fii me na yafunu mu. Mɛkamfo wo daa.
7 ૭ હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; તમે મારો મજબૂત ગઢ છો.
Mayɛ nsɛnkyerɛnne ama bebree, nanso wo ne me guankɔbea dennen.
8 ૮ મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.
Wo nkamfo ahyɛ mʼanom ma, mekamfo wʼanuonyam da mu nyinaa.
9 ૯ મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો.
Ntow me nkyene bere a mabɔ akwakoraa; mʼahoɔden sa wɔ me mu a, nnyaw me.
10 ૧૦ કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.
Efisɛ mʼatamfo kasa tia me wɔn a wɔtwɛn sɛ wobekum me no bɔ mu pam me ti so.
11 ૧૧ તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે; તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”
Wɔka se, “Onyankopɔn agyaw no mu; momma yentiw no na yɛnkyere no, na obiara nni hɔ a obegye no.”
12 ૧૨ હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.
Me Nyankopɔn, mfi me nkyɛn nkɔ akyiri; Onyankopɔn, yɛ ntɛm bɛboa me.
13 ૧૩ મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
Ma wɔn a wɔbɔ me sobo no nsɛe wɔ animguase mu; wɔn a wɔpɛ sɛ wopira me no ma ahohora ne animguase nkata wɔn so.
14 ૧૪ પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.
Nanso me de, menya anidaso daa; mɛkɔ so akamfo wo.
15 ૧૫ મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.
Mɛka wo trenee ho asɛm, ne wo nkwagye da mu nyinaa, nanso minnim ano.
16 ૧૬ હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ; હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.
Otumfo Awurade, mɛba abɛpae mu aka wo nnwuma akɛse no; mɛpae mu aka wo trenee, wo nko ara de no, akyerɛ.
17 ૧૭ હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.
Onyankopɔn, efi me mmabun bere na wokyerɛkyerɛɛ me, na ebesi nnɛ yi meka wʼanwonwade a woayɛ kyerɛ.
18 ૧૮ હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.
Mpo sɛ mebɔ akwakoraa na mifuw dwen a, Onyankopɔn, nnyaw me, kosi sɛ mɛka wo tumi ho asɛm akyerɛ nkyirimma, ne wo kɛseyɛ akyerɛ wɔn a wɔbɛba nyinaa.
19 ૧૯ હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?
Onyankopɔn, wo trenee du ɔsorosoro, wo a woayɛ nneɛma akɛse. Onyankopɔn, hena na ɔte sɛ wo?
20 ૨૦ ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો.
Mmom woama mahu ɔhaw bebree a ɛyɛ yaw; nanso wobɛma me nkwa bio; na wubeyi me bio, afi asase yam.
21 ૨૧ તમે મારું મહત્વ વધારો; પાછા ફરીને મને દિલાસો આપો.
Wobɛhyɛ me anuonyam bebree na woakyekye me werɛ bio.
22 ૨૨ સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
Mede sanku bɛkamfo wo me Nyankopɔn, wo trenee nti mɛto wʼayeyi dwom wɔ sankuten so, Israel Kronkronni.
23 ૨૩ જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે.
Mʼanofafa de anigye bɛteɛ mu bere a meto dwom kamfo wo, me a woagye me no.
24 ૨૪ મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે.
Me tɛkrɛma bɛka wo trenee nnwuma da mu nyinaa, efisɛ wɔn a wɔpɛ sɛ wɔhaw me no kɔ animguase ne basaayɛ mu.