< ગીતશાસ્ત્ર 71 >

1 હે યહોવાહ, મેં તમારા પર ભરોસો રાખ્યો છે; મને કદી આબરુહીન થવા દેશો નહિ.
در تو‌ای خداوند پناه برده‌ام، پس تا به ابد خجل نخواهم شد.۱
2 તમારા ન્યાયીપણાથી મને છોડાવો તથા બચાવો; મારી તરફ તમારા કાન ધરો અને મને ઉગારો.
به عدالت خودمرا خلاصی ده و برهان. گوش خود را به من فراگیر و مرا نجات ده.۲
3 જ્યાં હું નિત્ય જઈ શકું તેવો મારા રહેવાને માટે ગઢ તમે થાઓ; તમે મને બચાવવાને આજ્ઞા આપી છે, કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો.
برای من صخره سکونت باش تا همه وقت داخل آن شوم. تو به نجات من امر فرموده‌ای، زیرا صخره و قلعه من تو هستی.۳
4 હે મારા ઈશ્વર, તમે દુષ્ટોના હાથોમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.
خدایا مرا از دست شریر برهان و از کف بدکار وظالم.۴
5 હે પ્રભુ, ફક્ત તમે જ મારી આશા છો. મેં મારા બાળપણથી તમારા પર વિશ્વાસ કર્યો છે.
زیرا‌ای خداوند یهوه، تو امید من هستی و ازطفولیتم اعتماد من بوده‌ای.۵
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યા છો; મારી માતાના ઉદરમાંથી મને બહાર લાવનારા તમે જ છો; હું હંમેશા તમારી સ્તુતિ કરીશ.
از شکم بر توانداخته شده‌ام. از رحم مادرم ملجای من توبوده‌ای و تسبیح من دائم درباره تو خواهد بود.۶
7 હું ઘણા લોકો માટે એક દ્રષ્ટાંત બન્યો છું; તમે મારો મજબૂત ગઢ છો.
بسیاری را آیتی عجیب شده‌ام. لیکن تو ملجای زورآور من هستی.۷
8 મારું મુખ તમારી સ્તુતિથી ભરપૂર થશે અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.
دهانم از تسبیح تو پر است واز کبریایی تو تمامی روز.۸
9 મારી વૃદ્ધાવસ્થામાં મને તજી ન દો; જ્યારે મારી શક્તિ ખૂટે, ત્યારે મારો ત્યાગ ન કરો.
در زمان پیری مرا دور مینداز چون قوتم زایل شود مرا ترک منما.۹
10 ૧૦ કેમ કે મારા શત્રુઓ મારી વિરુદ્ધ વાતો કરે છે; જેઓ મારો પ્રાણ લેવાને તાકી રહ્યા છે, તેઓ અંદરોઅંદર મસલત કરે છે.
زیرا دشمنانم بر من حرف می‌زنند و مترصدان جانم با یکدیگرمشورت می‌کنند۱۰
11 ૧૧ તેઓ કહે છે કે, “ઈશ્વરે તેને તજી દીધો છે; તેની પાછળ દોડીને તેને પકડી પાડીએ, કેમ કે તેને બચાવનાર કોઈ નથી.”
و می‌گویند: «خدا او را ترک کرده است. پس او را تعاقب کرده، بگیرید، زیرا که رهاننده‌ای نیست.»۱۱
12 ૧૨ હે ઈશ્વર, મારાથી દૂર ન જાઓ; હે મારા ઈશ્વર, મને મદદ કરવાને ઉતાવળ કરો.
‌ای خدا از من دور مشو. خدایا به اعانت من تعجیل نما.۱۲
13 ૧૩ મારા આત્માનાં દુશ્મનો બદનામ થઈને નાશ પામો; મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા તથા અપમાનથી ઢંકાઈ જાઓ.
خصمان جانم خجل و فانی شوند.۱۳
14 ૧૪ પણ હું નિત્ય તમારી આશા રાખીશ અને તમારી સ્તુતિ વધારે અને વધારે કરીશ.
و اما من دائم امیدوارخواهم بود و بر همه تسبیح تو خواهم افزود.۱۴
15 ૧૫ મારું મુખ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે તથા તમારા દ્વારા મળતા ઉદ્ધાર વિષે વાતો પ્રગટ કરશે, તેમ છતાં હું તેમને સમજી શકતો નથી.
زبانم عدالت تو را بیان خواهد کرد و نجاتت راتمامی روز. زیرا که حد شماره آن را نمی دانم.۱۵
16 ૧૬ હું પ્રભુ યહોવાહના પરાક્રમી કામોનું વર્ણન કરતો આવીશ; હું તમારા, કેવળ તમારા જ ન્યાયીપણાનું વર્ણન કરીશ.
در توانایی خداوند یهوه خواهم آمد. و ازعدالت تو و بس خبر خواهم داد.۱۶
17 ૧૭ હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.
‌ای خدا ازطفولیتم مرا تعلیم داده‌ای و تا الان، عجایب تو رااعلان کرده‌ام.۱۷
18 ૧૮ હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.
پس‌ای خدا، مرا تا زمان پیری وسفید مویی نیز ترک مکن، تا این طبقه را از بازوی تو خبر دهم و جمیع آیندگان را از توانایی تو.۱۸
19 ૧૯ હે ઈશ્વર, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે; હે ઈશ્વર, તમે મોટાં કામો કર્યાં છે; તમારા જેવો બીજો કોણ છે?
خدایا عدالت تو تا اعلی علیین است. توکارهای عظیم کرده‌ای. خدایا مانند تو کیست؟۱۹
20 ૨૦ ઘણા ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે તમે અમને ફરીથી સજીવ કરશો અને પૃથ્વીનાં ઊંડાણોમાંથી તમે અમને પાછા બહાર લાવશો.
‌ای که تنگیهای بسیار و سخت را به ما نشان داده‌ای، رجوع کرده، باز ما را زنده خواهی ساخت؛ و برگشته، ما را از عمق های زمین برخواهی آورد.۲۰
21 ૨૧ તમે મારું મહત્વ વધારો; પાછા ફરીને મને દિલાસો આપો.
بزرگی مرا مزید خواهی کرد وبرگشته، مرا تسلی خواهی بخشید.۲۱
22 ૨૨ સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
پس من نیزتو را با بربط خواهم ستود، یعنی راستی تو را‌ای خدای من. و تو را‌ای قدوس اسرائیل با عود ترنم خواهم نمود.۲۲
23 ૨૩ જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે.
چون برای تو سرود می‌خوانم لبهایم بسیار شادی خواهد کرد و جانم نیز که آن را فدیه داده‌ای.۲۳
24 ૨૪ મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે.
زبانم نیز تمامی روز عدالت تورا ذکر خواهد کرد. زیرا آنانی که برای ضرر من می‌کوشیدند خجل و رسوا گردیدند.۲۴

< ગીતશાસ્ત્ર 71 >