< ગીતશાસ્ત્ર 70 >

1 મુખ્ય ગવૈયાને માટે. સંભારણને અર્થે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારો બચાવ કરો! હે યહોવાહ, ઉતાવળ કરીને મને સહાય કરો.
Müzik şefi için - Anma sunusu için - Davut'un mezmuru Ey Tanrı, kurtar beni! Yardımıma koş, ya RAB!
2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને આકુળવ્યાકુળ થઈ જાઓ; જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે, તેઓ પાછા પડો અને અપમાનિત થાઓ.
Utansın canımı almaya çalışanlar, Yüzleri kızarsın! Geri dönsün zararımı isteyenler, Rezil olsunlar!
3 જેઓ કહે છે કે, “આહા, આહા,” તેઓ પોતાના અપમાનને કારણે પાછા હઠો.
Bana, “Oh! Oh!” çekenler Geri çekilsin utançlarından!
4 તમારા શોધાનારાઓ હરખાઓ અને તમારામાં આનંદ કરો; જેઓ તમારા દ્વારા મળતા ઉદ્ધાર પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે, “ઈશ્વર મોટા મનાઓ.”
Sende neşe ve sevinç bulsun Bütün sana yönelenler! “Tanrı yücedir!” desin hep Senin kurtarışını özleyenler!
5 પણ હું તો દીન તથા દરિદ્રી છું; હે ઈશ્વર, મારી પાસે ઉતાવળથી આવો; તમે મારા સહાયકારી તથા મને છોડાવનાર છો. હે યહોવાહ, વિલંબ ન કરો.
Bense, mazlum ve yoksulum, Ey Tanrı, yardımıma koş! Yardımcım ve kurtarıcım sensin, Geç kalma, ya RAB!

< ગીતશાસ્ત્ર 70 >