< ગીતશાસ્ત્ર 7 >
1 ૧ દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાહની આગળ ગાયું. હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.
Жало́бна пісня Давидова, яку він співав Господе́ві в справі веніями́нівця Ку́ша. Господи, Боже мій, — я до Тебе вдаю́ся: спаси Ти мене від усіх моїх напасникі́в, і визволь мене,
2 ૨ રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઈ મળે નહિ.
щоб ворог моєї душі не розша́рпав, як лев, що кості ламає, й ніхто не рятує!
3 ૩ હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી; મારા હાથમાં કંઈ બૂરાઈ નથી.
Господи, Боже мій, коли я таке учинив, коли є беззаконня в доло́нях моїх,
4 ૪ મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે.
коли я доброчи́нцеві злом відплатив, і без причини ограбува́в свого противника, —
5 ૫ જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે; મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે અને મારું માન ધૂળમાં મેળવી દે. (સેલાહ)
во́рог нехай переслідує душу мою, і нехай дожене́, і нехай до землі він потопче життя моє, — і хай мою славу обе́рне на порох! (Се́ла)
6 ૬ હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો; મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ; મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.
Устань же, о Господи, в гніві Своїм, понеси́ся на лютість моїх ворогів, і до мене скеру́й постанову Свою, яку Ти заповів!
7 ૭ દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
І громада народів ото́чить Тебе, і над нею верни́ся на висоту́!
8 ૮ યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
Господь судить людей, — суди ж мене, Господи, за моєю правото́ю й за моєю неви́нністю.
9 ૯ દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
Нехай зло́ба безбожних скінчи́ться, а Ти зміцни праведного, бо виві́дуєш Ти серця й нирки, о праведний Боже!
10 ૧૦ મારી ઢાલ ઈશ્વર છે, તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
Щит мій у Бозі, Який чистих серцем спасає.
11 ૧૧ ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
Бог Суддя справедливий, і щоденно на злого Бог гнівається,
12 ૧૨ જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તલવાર તીક્ષ્ણ કરશે તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
коли хто не наве́рнеться, — буде гострити меча Свого Він, Свого лука натя́гне й наста́вить його,
13 ૧૩ તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; અને પોતાનાં બાણને બળતાં કરે છે.
і йому пригото́вив смертельні знаря́ддя, — Він зробить огнистими стріли Свої.
14 ૧૪ તે ભૂંડાઈથી કષ્ટાય છે, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
Ото, беззако́ння зачне нечестивий, і завагітні́є безправ'ям, — і породить неправду.
15 ૧૫ તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
Він рова копав, і його викопав, і впав сам до ями, яку пригото́вив, —
16 ૧૬ તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.
обе́рнеться зло його на його голову, і на ма́ківку зі́йде його беззако́ння!
17 ૧૭ હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.
Я ж Господа буду хвали́ти за Його правдою, і буду ви́співувати Ймення Всеви́шнього Господа!