< ગીતશાસ્ત્ર 7 >

1 દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાહની આગળ ગાયું. હે યહોવાહ મારા ઈશ્વર, હું તમારા પર ભરોસો રાખું છું! જે સઘળા મારી પાછળ પડે છે, તેઓથી મને બચાવીને છોડાવો.
Benyaminli Kûş'un sözlerine ilişkin Davut'un RAB'be okuduğu şigayon Sana sığınıyorum, ya RAB Tanrım! Peşime düşenlerden kurtar beni, Özgür kıl.
2 રખેને સિંહની જેમ તે મને ચીરીને ફાડી નાખે, મને છોડાવનાર કોઈ મળે નહિ.
Yoksa aslan gibi parçalayacaklar beni, Kurtaracak biri yok diye, Lime lime edecekler etimi.
3 હે મારા ઈશ્વર યહોવાહ, મારા દુશ્મનોએ જે કર્યું તે મેં કદી કર્યું નથી; મારા હાથમાં કંઈ બૂરાઈ નથી.
Ya RAB Tanrım, eğer şunu yaptıysam: Birine haksızlık ettiysem,
4 મારી સાથે શાંતિમાં રહેનારનું મેં કદી ખોટું કર્યું નથી, વગર કારણે જે મારો શત્રુ હતો તેને મેં છોડાવ્યો છે.
Dostuma ihanet ettiysem, Düşmanımı nedensiz soyduysam,
5 જો હું સત્ય નથી કહેતો, તો ભલે મારા શત્રુઓ મને પકડીને મારો નાશ કરે; મારા જીવને છૂંદીને જમીનદોસ્ત કરે અને મારું માન ધૂળમાં મેળવી દે. (સેલાહ)
Ardıma düşsün düşman, Yakalasın beni, Canımı yerde çiğnesin, Ayak altına alsın onurumu. (Sela)
6 હે યહોવાહ, તમે કોપ કરીને ઊઠો; મારા શત્રુઓના ક્રોધની સામે ઊભા થાઓ; મારા માટે જાગૃત થાઓ અને એ ન્યાયી નિયમોનું પાલન કરો કે જેને માટે તમે તેઓને માટે આજ્ઞા આપી છે.
Öfkeyle kalk, ya RAB! Düşmanlarımın gazabına karşı çık! Benim için uyan! Buyur, adalet olsun.
7 દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
Uluslar topluluğu çevreni sarsın, Onları yüce katından yönet.
8 યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
RAB halkları yargılar; Beni de yargıla, ya RAB, Doğruluğuma, dürüstlüğüme göre.
9 દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
Ey adil Tanrım! Kötülerin kötülüğü son bulsun, Doğrular güvene kavuşsun, Sen ki akılları, gönülleri sınarsın.
10 ૧૦ મારી ઢાલ ઈશ્વર છે, તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
Tanrı kalkan gibi yanıbaşımda, Temiz yüreklileri O kurtarır.
11 ૧૧ ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
Tanrı adil bir yargıçtır, Öyle bir Tanrı ki, her gün öfke saçar.
12 ૧૨ જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તલવાર તીક્ષ્ણ કરશે તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
Kötüler yola gelmezse, Tanrı kılıcını biler, Yayını gerip hedefine kurar.
13 ૧૩ તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; અને પોતાનાં બાણને બળતાં કરે છે.
Hazır bekler ölümcül silahları, Alevli okları.
14 ૧૪ તે ભૂંડાઈથી કષ્ટાય છે, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
İşte kötü insan kötülük sancıları çekiyor, Fesada gebe kalmış, Yalan doğuruyor.
15 ૧૫ તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
Bir kuyu açıp kazıyor, Kazdığı kuyuya kendisi düşüyor.
16 ૧૬ તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.
Kötülüğü kendi başına gelecek, Zorbalığı kendi tepesine inecek.
17 ૧૭ હું યહોવાહના ન્યાયપણાને લીધે તેમનો આભાર માનીશ; હું પરાત્પર યહોવાહના નામનું સ્તોત્ર ગાઈશ.
Şükredeyim doğruluğu için RAB'be, Yüce RAB'bin adını ilahilerle öveyim.

< ગીતશાસ્ત્ર 7 >