< ગીતશાસ્ત્ર 67 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. તારવાળાં વાજાં સાથે ગાવાને. ગીત; ગાયન. ઈશ્વર અમારા પર કૃપા કરીને અમને આશીર્વાદ આપો અને અમારા પર તેમના મુખનો પ્રકાશ પાડો.
(시 곧 노래. 영장으로 현악에 맞춘 것) 하나님은 우리를 긍휼히 여기사 복을 주시고 그 얼굴 빛으로 우리에게 비취사 (셀라)
2 ૨ જેથી પૃથ્વી પર લોકોને તમારા માર્ગો જણાય, તમારાથી કરતો ઉદ્ધાર સર્વ પ્રજાઓની આગળ પ્રગટ થાય.
주의 도를 땅 위에, 주의 구원을 만방 중에 알리소서
3 ૩ હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
하나님이여, 민족들로 주를 찬송케 하시며 모든 민족으로 주를 찬송케 하소서
4 ૪ પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે, કારણ કે તમે લોકોનો અદલ ઇનસાફ કરશો અને પૃથ્વી પરની પ્રજાઓ પર તમે રાજ કરશો. (સેલાહ)
열방은 기쁘고 즐겁게 노래할지니 주는 민족들을 공평히 판단하시며 땅 위에 열방을 치리하실 것임이니이다 (셀라)
5 ૫ હે ઈશ્વર, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.
하나님이여, 민족들로 주를 찬송케 하시며 모든 민족으로 주를 찬송케 하소서
6 ૬ પૃથ્વીએ પોતાનું ફળ આપ્યું છે અને ઈશ્વર, આપણા ઈશ્વરે, આપણને આશીર્વાદિત કર્યા છે.
땅이 그 소산을 내었도다 하나님 곧 우리 하나님이 우리에게 복을 주시리로다
7 ૭ ઈશ્વરે આપણને આશીર્વાદિત કર્યા છે અને પૃથ્વીના અંત સુધી સર્વ લોકો તેમનાથી બીશે.
하나님이 우리에게 복을 주시리니 땅의 모든 끝이 하나님을 경외하리로다