< ગીતશાસ્ત્ર 66 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત. હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
Przedniejszemu śpiewakowi pieśń psalmu.
2 ૨ તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
Wykrzykuj Bogu wszystka ziemo! Śpiewajcież psalmy na chwałę imienia jego, ogłaszajcie sławę i chwałę jego.
3 ૩ ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
Rzeczcież Bogu: Jakoś straszny w sprawach twoich! Dla wielkości mocy twojej obłudnieć się podadzą nieprzyjaciele twoi.
4 ૪ આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” (સેલાહ)
Wszystkać się ziemia kłaniać, i śpiewać ci będzie; psalm śpiewać będzie imieniowi twemu. (Sela)
5 ૫ આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
Pójdźcież, a oglądajcie sprawy Boże; straszny jest w sprawach swoich przy synach ludzkich.
6 ૬ તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.
Obrócił morze w ziemię suchą; rzekę przeszli suchą nogą; tameśmyć się weselili w nim.
7 ૭ તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. (સેલાહ)
Panuje w mocy swej na wieki; oczy jego patrzą na narody, odporni nie wywyższą się. (Sela)
8 ૮ હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
Błogosławcież narody Boga naszego, i ogłaszajcie głos chwały jego.
9 ૯ તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી.
Zachował przy zdrowiu duszę naszę, a nie dał się powinąć nodze naszej.
10 ૧૦ કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.
Albowiemeś nas doświadczył, o Boże! wypławiłeś nas ogniem, tak jako srebro pławione bywa.
11 ૧૧ તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
Nagnałeś nas był w sieć, a ścisnąłeś uciskiem biodra nasze.
12 ૧૨ તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા.
Wsadziłeś człowieka na głowę naszę; weszliśmy byli w ogień i w wodę, wszakżeś nas wywiódł na ochłodę.
13 ૧૩ દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ.
Przetoż wnijdę do domu twego z całopaleniem, a oddam ci śluby moje.
14 ૧૪ હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.
Któreć ślubowały wargi moje, i wyrzekły usta moje w utrapieniu mojem.
15 ૧૫ પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. (સેલાહ)
Całopalenie z tłustych baranów będęć ofiarował z kadzeniem, będęć ofiarował woły i kozły. (Sela)
16 ૧૬ હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.
Pójdźcie, słuchajcie, a będę opowiadał wszystkim, którzy się boicie Boga, co uczynił duszy mojej.
17 ૧૭ મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
Do niegom usty swemi wołał, a wywyższałem go językiem moim.
18 ૧૮ જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
Bym był patrzał na nieprawość w sercu mojem, nie wysłuchałby był Pan.
19 ૧૯ પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
Aleć zaiste wysłuchał Bóg, a był pilen głosu modlitwy mojej.
20 ૨૦ ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.
Błogosławiony Bóg, który nie odrzucił modlitwy mojej, ani odjął miłosierdzia swego odemnie.