< ગીતશાસ્ત્ર 66 >

1 મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત. હે સર્વ પૃથ્વીના રહેવાસી, ઈશ્વરની આગળ હર્ષનાં ગીત ગાઓ;
למנצח שיר מזמור הריעו לאלהים כל-הארץ
2 તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
זמרו כבוד-שמו שימו כבוד תהלתו
3 ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
אמרו לאלהים מה-נורא מעשיך ברב עזך יכחשו לך איביך
4 આખી પૃથ્વી તમારી સ્તુતિ કરશે અને તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” (સેલાહ)
כל-הארץ ישתחוו לך--ויזמרו-לך יזמרו שמך סלה
5 આવો અને ઈશ્વરનાં કૃત્યો જુઓ; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર છે.
לכו וראו מפעלות אלהים נורא עלילה על-בני אדם
6 તે સમુદ્રને સૂકવી નાખે છે; તેઓ પગે ચાલીને નદીને સામે કિનારે ગયા; ત્યાં આપણે તેમનામાં આનંદ કર્યો હતો.
הפך ים ליבשה--בנהר יעברו ברגל שם נשמחה-בו
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; તેમની આંખો દેશોને જુએ છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. (સેલાહ)
משל בגבורתו עולם-- עיניו בגוים תצפינה הסוררים אל-ירימו (ירומו) למו סלה
8 હે લોકો, આપણા ઈશ્વરને, ધન્યવાદ આપો અને તેમનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
ברכו עמים אלהינו והשמיעו קול תהלתו
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે અને આપણા પગને લપસી જવા દેતા નથી.
השם נפשנו בחיים ולא-נתן למוט רגלנו
10 ૧૦ કેમ કે, હે ઈશ્વર, તમે અમારી કસોટી કરી છે; જેમ ચાંદી કસાય છે તેમ તમે અમને કસ્યા છે.
כי-בחנתנו אלהים צרפתנו כצרף-כסף
11 ૧૧ તમે અમને તમારી જાળમાં પકડ્યા છે; તમે અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
הבאתנו במצודה שמת מועקה במתנינו
12 ૧૨ તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું, પણ તમે અમને બહાર લાવીને સમૃદ્ધિવાન જગ્યાએ પહોંચાડ્યા.
הרכבת אנוש לראשנו באנו-באש ובמים ותוציאנו לרויה
13 ૧૩ દહનીયાર્પણો લઈને હું તમારા ઘરમાં આવીશ; હું તમારી સંમુખ મારી પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરીશ.
אבוא ביתך בעולות אשלם לך נדרי
14 ૧૪ હું જ્યારે સંકટમાં હતો, ત્યારે મારા મુખે હું જે બોલ્યો અને મારા હોઠોએ જે વચન આપ્યું હતું, તે હું પૂરું કરીશ.
אשר-פצו שפתי ודבר-פי בצר-לי
15 ૧૫ પુષ્ટ જાનવરનાં દહનીયાર્પણો ઘેટાંના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બળદો તથા બકરાં ચઢાવીશ. (સેલાહ)
עלות מיחים אעלה-לך עם-קטרת אילים אעשה בקר עם-עתודים סלה
16 ૧૬ હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.
לכו-שמעו ואספרה כל-יראי אלהים אשר עשה לנפשי
17 ૧૭ મેં મારા મુખે તેમને અરજ કરી અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
אליו פי-קראתי ורומם תחת לשוני
18 ૧૮ જો હું મારા હૃદયમાં દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ.
און אם-ראיתי בלבי-- לא ישמע אדני
19 ૧૯ પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર ધ્યાન આપ્યું છે.
אכן שמע אלהים הקשיב בקול תפלתי
20 ૨૦ ઈશ્વરની સ્તુતિ હો, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.
ברוך אלהים-- אשר לא-הסיר תפלתי וחסדו מאתי

< ગીતશાસ્ત્ર 66 >