< ગીતશાસ્ત્ર 65 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન. હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
Cantique de Jérémie et d’Ézéchiel, pour le peuple émigré, lorsqu’il commençait à sortir. À vous, ô Dieu, convient un hymne en Sion; et à vous sera rendu un vœu dans Jérusalem.
2 ૨ હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
Exaucez ma prière: vers vous, toute chair viendra.
3 ૩ ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
Des paroles d’ hommes iniques ont prévalu sur nous; mais vous, vous pardonnerez nos iniquités.
4 ૪ જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે.
Bienheureux celui que vous avez choisi et pris à votre service: il habitera dans vos parvis.
5 ૫ હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.
Admirable par l’équité qui y règne.
6 ૬ તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે.
Vous qui disposez les montagnes par votre force, armé de puissance;
7 ૭ તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે.
Qui troublez le profond de la mer, le bruit de ses flots. Les nations seront troublées,
8 ૮ પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.
Et ceux qui habitent les limites de la terre craindront à la vue de vos miracles: vous réjouirez le matin naissant et le soir.
9 ૯ તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું.
Vous avez visité la terre, et vous l’avez enivrée: vous avez multiplié ses richesses.
10 ૧૦ તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
Enivrez ses ruisseaux, multipliez ses productions: dans les pluies douces elle se réjouira en produisant.
11 ૧૧ તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.
Vous bénirez la couronne de l’année, objet de votre bonté; et vos champs seront remplis par l’abondance des fruits.
12 ૧૨ અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે.
Les lieux riants du désert seront engraissés; et les collines seront ceintes d’exultation.
13 ૧૩ ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.
Les béliers des brebis ont été revêtus d’une riche toison, et les vallées abonderont en froment: elles crieront, et elles diront un hymne.