< ગીતશાસ્ત્ર 64 >

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
Начальнику хора. Псалом Давида. Услышь, Боже, голос мой в молитве моей, сохрани жизнь мою от страха врага;
2 દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.
укрой меня от замысла коварных, от мятежа злодеев,
3 તેઓએ તલવારની જેમ તેમની જીભને તીક્ષ્ણ કરી છે; તેઓનો ઉદ્દેશ્ય બાણ, એટલે કડવા શબ્દો છે,
которые изострили язык свой, как меч; напрягли лук свой - язвительное слово,
4 કે જેથી તેઓ એકાંતમાં નિર્દોષ માણસને મારે; અચાનક તેઓ તેને મારે છે અને બીતા નથી.
чтобы втайне стрелять в непорочного; они внезапно стреляют в него и не боятся.
5 તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
Они утвердились в злом намерении, совещались скрыть сеть, говорили: кто их увидит?
6 તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.
Изыскивают неправду, делают расследование за расследованием даже до внутренней жизни человека и до глубины сердца.
7 પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
Но поразит их Бог стрелою: внезапно будут они уязвлены;
8 એમ તેઓ ઠોકર ખાશે, તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
языком своим они поразят самих себя; все, видящие их, удалятся от них.
9 દરેક લોકો બીશે અને ઈશ્વરનાં કાર્યો પ્રગટ કરશે. તેઓ તેમનાં કામ વિષે સમજણથી વિચારશે.
И убоятся все человеки, и возвестят дело Божие, и уразумеют, что это Его дело.
10 ૧૦ ન્યાયીઓ યહોવાહ વિષે આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે; હૃદયના સર્વ યથાર્થીઓ ગર્વ કરશે.
А праведник возвеселится о Господе и будет уповать на Него; и похвалятся все правые сердцем.

< ગીતશાસ્ત્ર 64 >