< ગીતશાસ્ત્ર 63 >

1 દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.
مزمور داوود دربارۀ زمانی که در بیابان یهودا به سر می‌برد. ای خدا، تو خدای من هستی؛ سحرگاهان تو را می‌جویم. جان من مشتاق توست؛ تمام وجودم همچون زمینی خشک و بی‌آب، تشنهٔ توست.
2 તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
تو را در خانۀ مقدّست دیده‌ام و قدرت و جلال تو را مشاهده کرده‌ام.
3 કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
محبت تو برایم شیرینتر از زندگی است، پس لبهای من تو را ستایش خواهد کرد،
4 હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
و تا زنده‌ام تو را سپاس خواهم گفت و دست دعا به سوی تو دراز خواهم کرد.
5 હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું
جان من سیر خواهد شد و با شادی خداوند را ستایش خواهد کرد.
6 મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
شب هنگام در بستر خود به تو می‌اندیشم.
7 કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.
تو همیشه مددکار من بوده‌ای، پس در زیر بالهای تو شادی خواهم کرد.
8 મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
همیشه در تو پناه خواهم گرفت و تو با دست پرقدرتت از من حمایت خواهی نمود.
9 પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.
اما آنانی که قصد جان مرا دارند هلاک شده، به زیر زمین فرو خواهند رفت؛
10 ૧૦ તેઓ તલવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
در جنگ به دم شمشیر خواهند افتاد و طعمهٔ گرگها خواهند شد.
11 ૧૧ પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.
اما من در خدا شادی خواهم کرد و همهٔ کسانی که بر خدا اعتماد نموده‌اند او را ستایش خواهند کرد، اما دهان دروغگویان بسته خواهد شد.

< ગીતશાસ્ત્ર 63 >